PM Modi UAE Visit: આજે અબૂ ધાબીમાં ભવ્ય હિંદુ મંદિરનું કરશે ઉદ્ઘાટન

13 February, 2024 03:27 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પીએમ મોદી આજે યૂએઈના (PM Modi UAE Visit) બે દિવસના પ્રવાસ પર જશે. યૂએઈના પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી 13 ફેબ્રુઆરીના રોજ અહલન મોદી કાર્યક્રમમાં ભારતીય પ્રવાસીઓનું સંબોધન કરશે

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

પીએમ મોદી આજે યૂએઈના (PM Modi UAE Visit) બે દિવસના પ્રવાસ પર જશે. યૂએઈના પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી 13 ફેબ્રુઆરીના રોજ અહલન મોદી કાર્યક્રમમાં ભારતીય પ્રવાસીઓનું સંબોધન કરશે. સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય રાજદૂત સંજય સુધીરે કહ્યું કે જેવા કાર્યક્રમમાં સામેલ થનારા લોકોની સંખ્યા 65000 સુધી પહોંચી તેમને રજિસ્ટ્રેશન અટકાવવું પડ્યું કારણકે તે અને વધુ લોકોને સામેલ કરી શકે તેમ નહોતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત અરબ અમીરાતના બે દિવસના પ્રવાસ પર જશે. પ્રવાસ દરમિયાન પીએમ મોદી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. છેલ્લા આઠ મહિનામાં UAEના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની આ પાંચમી મુલાકાત હશે.

અબુધાબીમાં હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે
PM Modi UAE Visit: આ મુલાકાત અંગે નવી દિલ્હીમાં વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું કે, વડાપ્રધાન UAEના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીને પણ મળશે. વડાપ્રધાન મોદી દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં ભાગ લેશે. પીએમ મોદી અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર `બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા` મંદિરનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી અબુ ધાબીમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.

અહલાન મોદીના કાર્યક્રમ માટે લોકોમાં ભારે ઉત્સાહ
વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે મંદિરનું ઉદ્ઘાટન પીએમની UAE મુલાકાતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે દિવસે લગભગ 2000-5000 ભક્તો મંદિરની મુલાકાત લે તેવી અપેક્ષા છે. પીએમ મોદી માટે લોકોનો ક્રેઝ દેશમાં જ નહીં વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે. UAEમાં યોજાનાર અહલાન મોદી કાર્યક્રમ માટે કરાયેલા રજિસ્ટ્રેશન પરથી આ સ્પષ્ટપણે જોવા મળે છે. આ કાર્યક્રમ માટે 65 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળામાં એક લાખથી વધુ યુવાનોને સરકારી નોકરીઓ માટે અપૉઇન્ટમેન્ટ લેટરનું વિતરણ કર્યું હતું. આ દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે તેમની સરકારે ૧૦ વર્ષમાં અગાઉની સરકારની સરખામણીએ ૧.૫ ગણી વધુ નોકરીઓ આપી છે. પીએમ મોદીએ ભરતીમાં વિલંબ અને લાંચની ઘટનાઓ માટે અગાઉની સરકારો પર નિશાન સાધતાં કહ્યું કે અગાઉની સરકારોએ સામાન્ય લોકોની અપેક્ષાઓને અવગણી હતી. વડા પ્રધાને કહ્યું કે અમારી સરકારે ભરતી પ્રક્રિયાને પારદર્શક બનાવી છે અને ભરતી સમયસર થાય એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે. તો રૂફટૉપ સોલર પાવરની યોજના, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ જેવાં પગલાં લઈને રોજગારીની અનેક તકો ઊભી કરી છે. પીએમે કહ્યું કે ‘યુવાનો હવે માને છે કે તેમની પાસે સમાન તક છે અને તેઓ પોતાની પ્રતિભાથી સરકારી તંત્રમાં પોતાનું સ્થાન મેળવી શકે છે. ભારત ૧.૨૫ લાખથી વધુ સ્ટાર્ટ-અપ્સ સાથે આ સેક્ટરની ત્રીજી સૌથી મોટી ઇકો-સિસ્ટમ છે.’ રોજગાર મેળામાં પીએમ મોદીએ ‘કર્મયોગી ભવન’ના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો હતો.

narendra modi abu dhabi united arab emirates international news national news new delhi