11 November, 2024 11:22 AM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
ઝારખંડમાં નરેન્દ્ર મોદીને સાંભળવા માટે રીતસરનો માનવમહેરામણ ઊમટ્યો હતો.
મહારાષ્ટ્રની જેમ ઝારખંડમાં પણ ૨૦ નવેમ્બરે ચૂંટણી યોજાવાની હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી (BJP)નો પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે ઝારખંડના બોકારોમાં તેમની સભામાં ખરા અર્થમાં જનમેદની જોવા મળી હતી.
પોતાના ભાષણમાં તેમણે કૉન્ગ્રેસ અને એના સાથી પક્ષો પર રાજનૈતિક ફાયદો ઉઠાવવા માટે અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ના લોકોને વિભાજિત કરીને તેમને અંદરોઅંદર લડાવવાનો આરોપ મૂક્યો હતો એટલું જ નહીં, તેમણે મહારાષ્ટ્રની જેમ ઝારખંડના લોકોને પણ આહવાન કરતાં કહ્યું હતું કે ‘એક રહેંગે તો સેફ રહેંગે’.