નરેન્દ્ર મોદીએ સિંગાપોરમાં વગાડ્યો ઢોલ, કંઇક આ અંદાજમાં દેખાયા પીએમ

04 September, 2024 07:54 PM IST  |  Singapore | Gujarati Mid-day Online Correspondent

બ્રુનેઈ પ્રવાસ દરમિયાન પીએમ મોદી સિંગાપોર પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં ભારતીય સમુદાયે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદી અહીં કંઈક અલગ અંદાજમાં જોવા મળ્યા. તે મહારાષ્ટ્રના રંગમાં રંગાયેલા દેખાયા. અહીં તેમણે ઢોલ પણ વગાડ્યો.

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

બ્રુનેઈ પ્રવાસ દરમિયાન પીએમ મોદી સિંગાપોર પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં ભારતીય સમુદાયે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદી અહીં કંઈક અલગ અંદાજમાં જોવા મળ્યા. તે મહારાષ્ટ્રના રંગમાં રંગાયેલા દેખાયા. અહીં તેમણે ઢોલ પણ વગાડ્યો.

તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્ર સાથે વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે બુધવારે બે દિવસની મુલાકાતે સિંગાપોર પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી બ્રુનેઈની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેમના સિંગાપોરના સમકક્ષ લોરેન્સ વોંગના આમંત્રણ પર દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશની તેમની પાંચમી સત્તાવાર મુલાકાતે અહીં પહોંચ્યા હતા. નવી દિલ્હીમાં અધિકારીઓએ જણાવ્યું કે વડાપ્રધાન બે દિવસની મુલાકાત દરમિયાન સિંગાપોરના નેતૃત્વની ત્રણ પેઢીઓ સાથે જોડાશે.

ગુરુવારે સંસદ ભવન ખાતે પીએમ મોદીનું સત્તાવાર સ્વાગત કરવામાં આવશે. ગુરુવારે વડાપ્રધાન સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમને પણ મળશે. સિંગાપોર જતા પહેલા જારી કરાયેલા એક નિવેદનમાં મોદીએ કહ્યું હતું કે હું સિંગાપોર સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરવા આતુર છું, ખાસ કરીને અદ્યતન ઉત્પાદન, ડિજિટલાઇઝેશન અને ટકાઉ વિકાસના નવા અને ઉભરતા ક્ષેત્રોમાં. બીજી તરફ, નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે બંને નેતાઓ ભારત-સિંગાપોર વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. પીએમ મોદીએ છેલ્લે વર્ષ 2018માં સિંગાપોરની મુલાકાત લીધી હતી.

પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે બે દેશોની મુલાકાતે રવાના થયા હતા અને બ્રુનેઈ પહોંચ્યા હતા જ્યાં બંદર સેરી બાગવાન ઍરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રાઉન પ્રિન્સ અલ-મુહતાદી બિલ્લાહે તેમનું સ્વાગત કર્યું હતું. બીજા ચરણમાં તેઓ સિંગાપોરની બે દિવસની મુલાકાત લેશે.

ભારત અને બ્રુનેઈના રાજકીય સંબંધોને ૪૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે વડા પ્રધાન મોદી એક દિવસની મુલાકાતે બ્રુનેઈ પહોંચ્યા છે અને કોઈ પણ ભારતીય વડા પ્રધાન દ્વારા આ દેશની આ પહેલી મુલાકાત છે.

વડા પ્રધાન મોદીએ બંદર સેરી બાગવાનમાં ૧૯૫૮માં બાંધવામાં આવેલી સુલતાન ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી હતી. તેઓ સુલતાન હાજી હસનલ બોલ્કીઆ અને અન્ય રાજકીય પરિવારના મેમ્બરોને મળવાના છે.

બ્રુનેઈમાં આશરે ૧૪,૦૦૦ ભારતીયો રહે છે અને તેમણે પણ વડા પ્રધાન મોદી જ્યારે હોટેલ પર પહોંચ્યા ત્યારે ભવ્ય સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી. 

નોંધનીય છે કે આ પહેલા બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના જિયો કન્વેન્શન સેન્ટરમાં ચાલી રહેલા પાંચમા ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમણે એ વખતે કહ્યું હતું કે ફિનટેકના વિકાસ સાથે બૅન્કિંગ પણ વધારે મજબૂત થયું છે. તેમણે વડા પ્રધાન જન ધન યોજનાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ‘આ યોજનાનો હેતુ જ એ હતો કે વધુ ને વધુ ભારતીયોને બૅન્કિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવે. આ સ્કીમને કારણે દેશની ૧૦ કરોડ ગ્રામીણ મહિલાઓ જે સેલ્ફ-હેલ્પ ગ્રુપની મેમ્બર છે તે બધી જ બૅન્કિંગ સાથે જોડાઈ ગઈ છે અને તેઓ પણ હવે વિકાસનાં ફળ ચાખી રહી છે. આમ આ સ્કીમ મહિલા સશક્તીકરણને બઢાવો આપી રહી છે.’

narendra modi singapore international news national news world news Bharat india