18 November, 2022 01:54 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
દિલ્હીમાં (Delhi) `No money for terror` સંમેલનમાં બોલતા પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે આતંકવાદ (Terrorism) માનવતા (Humanity) માટે મોટી સમસ્યા (Big Problem) છે. આતંકના જોખમ સામે સાવચેતી અને એકતા જરૂરી છે. ભારત લાંબા સમયથી આતંકવાદનો સામનો કરી રહ્યો છે. ઝીરો ટૉલરન્સનું વલણ જ આતંકવાદને હરાવી શકે છે.
ભારતમાં આજથી `No Money for Terror` સંમેલનનું દ્વિદિવસીય આયોજન થયું છે. આ કાર્યક્રમમાં 72 દેશોના પ્રિતિનિધિઓ સામેલ છે. જો કે, આમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ભાગ નથી લઈ રહ્યા. આ કાર્યક્રમને ગૃહમંત્રી અમિત શાહ પણ સંબોધિત કરશે.
સંમેલનને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી આતંકવાદને મૂળમાંથી ઉખેડી ન ફેંકીએ, અમે શાંતિથી નહીં બેસીએ. આજે આતંકની રીત બદલાઈ રહી છે. નવી ટેક્નિકનો ઉપયોગ થઈ રહ્યો છે. ડાર્ક નેટ અને ફેક કરન્સી તેનું ઉદાહરણ છે. પ્રાઈવેટ સેક્ટરે આને અટકાવવા માટે સહયોગ આપવો પડશે. ટેક્નોલૉજીનો ઉપયોગ ટેરરને ટ્રેક અને ટેકલ કરવામાં થવો જોઈએ. સાઇબર ક્રાઈમ અને રેડિકલાઇઝેશન આ આતંકનો ખૂબ જ મોટો સોર્સ છે.
મોદીએ પાકિસ્તાન પર સાધ્યો નિશાનો
આ દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક આતંકવાદ વિરુદ્ધ મોહિમમાં ભારત ગ્લોબલ મૂમેંટમ બનાવે છે. બીજા દેશો વચ્ચે આતંકવાદને અટકાવવા માટે જૉઈન્ટ ઑપરેશન અને પ્રત્યર્પણ સંધિ થવી જોઈએ. કેટલાક દેશ નાણાંકીય અને વૈચારિક મદદ આપીને આતંકને સપૉર્ટ કરી રહ્યા છે. પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમએ કહ્યું કે આતંકવાદને સ્ટેટ સ્પૉન્સર અને વૈચારિક સપૉર્ટ ન કરવો જોઈએ. વિદેશમાં બેઠી ગેન્ગ જેપોતાના મૂળ દેશ વિરુદ્ધ ઑર્ગનાઇઝ્ડ ક્રાઈમની ગતિવિધિઓ સંચાલિત કરે છે. તેમના વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સહયોગ કરવો જોઈએ. સાઈબર ક્રાઈમ દ્વારા કટ્ટરતા ફેલવી મોટો પડકાર છે બધા દેશોનો સહયોગ ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો : `ભારત જોડો યાત્રા` MP પહોંચતા પહેલા જ રાહુલ ગાંધીને મળી બૉમ્બથી ઉડાડવાની ધમકી
આતંકવાદને એક જ ચશ્માંથી જોવું જોઈએ: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે વિશ્વના પહેલા આતંકવાદની અસર વેઠી. આતંકનો એક હુમલો બધા પર હુમલો છે. અમે અટકશું નહીં જ્યાં સુધી આતંકવાદને મૂળમાંથી ઉખેડી ન ફેંકીએ. આતંકવાદ એવો વિષય છે જે માનવતા પર અસર પાડે છે. આ ઇકોનોમી પર અસર કરે છે. ટેરર ફાઇનાન્સિંગના મૂળ પર જ હુમલો કરવો જોઈએ. આતંકને લઈને અલગ અલગ ધારણાઓ છે. આતંકવાદને એક જ ચશ્માંથી જોવું જોઈએ.