08 February, 2023 10:56 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (8 ફેબ્રુઆરી)ના લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી દળો દ્વારા મૂકવામાં આવેલા આરોપો પર પલટવાર કરતા બરાબર નિશાના સાધ્યા. આ દમરિયાન એક એવી ક્ષણ હતી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરના વખાણ કર્યા. પીએમ મોદીએ તેમને `થેન્ક યૂ શશિ જી` સુદ્ધાં કહી દીધું.
પીએમએ કેમ કહ્યું થેન્ક યૂ શશિજી?
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપતી વખતે પીએમ મોદીએ વિપક્ષ પર જબરજસ્ત નિશાન સાધ્યા. તેમણે મનમોહન સિંહ સરકાર દ્વારા થયેલા ગોટાળા ગણાવવા શરૂ કર્યા તો કૉંગ્રેસી નેતાઓ ગુસ્સે ભરાયા. કૉંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી સહિત પાર્ચીના અનેક કૉંગ્રેસ સાંસદ વિરોધમાં કંઇક બોલતા જોવા મળ્યા.
આ પણ જુઓ : સંસદમાં ખાસ બ્લૂ કલરની જેકેટ પહેરીને પહોંચ્યા PM,પ્લાસ્ટિકને રિસાઈકલ કરીને બનાવી
ત્યાર બાદ વિરોધ વ્યક્ત કરતા કૉંગ્રેસ સાંસદોએ અધીર રંજન ચૌધરીના નેતૃત્વમાં લોકસભામાં વૉકઆઉટ કરી લીધું, શશિ થરૂર પણ કૉંગ્રેસ સાંસદો સાથે સદનમાંથી બહાર નીકળી ગયા. પણ થોડીક વારમાં કૉંગ્રેસ સાંસદ શશિ થરૂર સદનમાં પાછા આવી ગયા. આ દરમિયાન પોતાનું ભાષણ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થરૂરને જોતા જ કહ્યું, "થેન્ક યૂ શશિજી" જો કે, આ ઘટનાની થોડીક જ મિનિટો બાદ રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા અને તેમની સાથે અધીર રંજન ચૌધરી સહિત કૉંગ્રેસના અન્ય સાંસદ પણ લોકસભામાં પાછા આવી ગયા.
આ પણ વાંચો : લોકસભામાંથી ખસેડાયો રાહુલ ગાંધીના ભાષણનો અમુક ભાગ: જયરામ રમેશનો દાવો
શશિ થરૂરે શું કહ્યું?
પછીથી સદનની બહાર મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા વડાપ્રધાને તેમાંથી એક પણ પ્રશ્નનો જવાબ સદનમાં આપ્યો નથી. તેમણે એ પણ કહ્યું કે વડાપ્રધાનજીએ ભાષણ તો ખૂબ જ સારું આપી દીધું પણ જે વિપક્ષના પ્રશ્નો છે તેનો જવાબ નથી આપ્યો.