25 August, 2019 02:34 PM IST |
બહેરીનની 2 દિવસીય યાત્રા પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે ભગવાન શ્રી કૃષ્ણના 200 વર્ષ જૂના મંદિરના પુનનિર્માણ માટે 42 લાખ ડોલરની યોજના શરૂઆત કરાવી છે. આ દરમિયાન પીએમ મોદીએ ભગવાન શ્રીનાથજીની આરાધના કરી. મનામામાં શ્રીનાથજી મંદિરનું પુનનિર્માણ કાર્ય આ વર્ષે શરૂ કરવામાં આવશે. મનામા સ્થિત આ 200 વર્ષ જૂનું આ મંદિર 45 હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવશે અને 3 માળના ભવનની રચના કરવામાં આવશે. આ મંદિરના પુનર્નિર્માણ પાછળ આશરે 42 લાખ ડોલરનો ખર્ચ કરવામાં આવશે
પીએમ મોદી બહરીન જનારા દેશના પહેલા વડાપ્રધાન છે. શ્રીનાથજીનું આ મંદિર ખડી ક્ષેત્રમાં આવેલું સૌથી જૂનુ હિન્દુ મંદિર છે. નવું બનનારું મંદિર 45,000 સ્ક્વેર ફૂટમાં બનાવામાં આવશે, અને 80 ટકા ભાગ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો રાખવામાં આવશે. મંદિર સાથે એક જ્ઞાન કેન્દ્ર અને એક સંગ્રહાલય પણ બનાવવામાં આવશે. ઈસ્લામિક દેશ બહેરીનમાં રહેલું આ મંદિર ખાડી વિસ્તારનું સૌથી જૂનું મદિર છે જેને 200 વર્ષ પછી નવનિર્માણ કરવામાં આવશે.
આ પણ વાંચો: પત્નીને મિત્ર માનતા હતા અરૂણ જેટલી, આ રીતે થયા હતા લગ્ન
1817માં થટ્ટાઈ એટલે કે ભાટિયા સમાજે આ શ્રીનાથજી મંદિરની સ્થાપના કરી હતી. રાજકીય સંરક્ષણથી બનેલા આ હિન્દુ મંદિરને સુરક્ષા આપીને બહરીનના રાજ પરિવારે વર્ષો સુધી સંસ્કૃતિ સંરક્ષણની એક મિસાલ દર્શાવી છે. બહેરીનના કિંગ શેખ હમાદ બિન ઈર્સા અલ ખલીફાએ પણ મંદિરના સંરક્ષણમાં રસ દાખવ્યો છે. બહેરીનના શ્રીનાથજી મંદિરની સ્થાપના 1817માં થઈ હતી. થટ્ટાઈ સમાજ જે હાલ પાકિસ્તાનનું સિંધ છે ત્યાંથી વેપાર કરવા માટે અહીં પહોંચ્યા હતા. આ મંદિરની આજુબાજુના વિસ્તારને 2015માં બહરીન સરકારે લિટલ ઈન્ડિયા ઈન બહરીન પણ જાહેર કર્યું હતું.