31 August, 2023 10:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે રક્ષાબંધનના અવસરે સ્કૂલ સ્ટુડન્ટ્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધી હતી
સમગ્ર દેશમાં ગઈ કાલે રક્ષાબંધનની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને જુદી-જુદી સ્કૂલોની ગર્લ સ્ટુડન્ટ્સની સાથે આ ફેસ્ટિવલનું સેલિબ્રેશન કર્યું હતું.
સ્ટુડન્ટ્સે વડા પ્રધાનને રાખડી બાંધી હતી અને મોદીએ તેમની સાથે જુદા-જુદા મુદ્દાઓ પર વાતચીત કરી હતી. પ્રાઇમ મિનિસ્ટરની ઑફિસમાંથી એક સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ‘બાળકોએ ચન્દ્રયાન-3 મિશનની રીસન્ટ્લી સક્સેસ વિશે તેમની પૉઝિટિવ લાગણીઓ વ્યક્ત કરી હતી અને આગામી આદિત્ય એલ-1 મિશન વિશે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.’
તેમણે વાતચીત દરમ્યાન કવિતાઓ અને ગીતો ગાયાં હતાં. તેમની અભિવ્યક્તિથી ઇમ્પ્રેસ થઈને મોદીએ તેમને જનતાના લાભ માટેની સરકારી યોજનાઓ સહિત જુદા-જુદા ટૉપિક્સ વિશે કવિતાઓ લખવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.
આત્મનિર્ભરતાના મહત્ત્વને સમજાવતાં મોદીએ આ બાળકોને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સનો યુઝ કરવાની બાળકોને સલાહ આપી હતી.