રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર વોલોડીમિર ઝેલેન્સકીને મળ્યા PM મોદી

20 May, 2023 04:31 PM IST  |  Hiroshima | Gujarati Mid-day Online Correspondent

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચેની મુલાકાત બંને દેશોના વરિષ્ઠ રાજદ્વારીઓ વચ્ચે ઘણી બેઠકો બાદ થઈ હતી

ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ જી-7 સમિટ (G7 Summit) માટે જાપાનના હિરોશિમાની મુલાકાતે છે. દરમિયાન, શનિવારે (20 મે), હિરોશિમામાં જી 7 સમિટની બાજુમાં પીએમ મોદી અને યુક્રેન (Ukraine)ના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી (Volodymyr Zelensky) વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી.

આ દરમિયાન પીએમ મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ પર ઝેલેન્સકીને કહ્યું કે, “આ અમારા માટે માનવીય મૂલ્યોનો મુદ્દો છે. આના ઉકેલ માટે અમે એક દેશ તરીકે અને વ્યક્તિગત રીતે જે પણ શક્ય હશે તે ચોક્કસપણે કરીશું. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયેલા રશિયા-યુક્રેન સંઘર્ષ બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે.”

પીએમ મોદીનો કાર્યક્રમ

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચેની મુલાકાત બંને દેશોના વરિષ્ઠ રાજદ્વારીઓ વચ્ચે ઘણી બેઠકો બાદ થઈ હતી. યુક્રેનના પ્રથમ નાયબ વિદેશ પ્રધાન એમિન ઝાપારોવા ગયા મહિને જ ભારતની મુલાકાતે આવ્યા હતા.

હકીકતમાં, PM મોદી શુક્રવારે (19 મે) દેશો (જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયા)ની છ દિવસીય મુલાકાતે હિરોશિમા જવા રવાના થયા હતા. તેઓ અહીં G7 સમિટના ત્રણ સત્રમાં ભાગ લેશે. આ સાથે તેઓ અહીં વિશ્વના ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

યુક્રેને શું કહ્યું?

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પણ G7 સમિટમાં ભાગ લેવા માટે જાપાનના આમંત્રણ પર અહીં આવ્યા છે, જે હાલમાં શક્તિશાળી જૂથની અધ્યક્ષતા કરે છે. યુક્રેનની રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ પરિષદના સચિવ ઓલેકસી ડેનિલોવે જણાવ્યું હતું કે ઝેલેન્સકી સમિટમાં ભાગ લીધો છે. તેમણે કહ્યું કે મહત્વપૂર્ણ વિષયો પર નિર્ણય લેવામાં આવશે, આ સ્થિતિમાં તેમના હિતોની સુરક્ષા માટે તેમની હાજરી જરૂરી રહેશે.

આ પણ વાંચો: સિક્કિમમાં ભૂસ્ખલન બાદ સેનાના જવાનોએ આટલા ફસાયેલા મુસાફરોના બચાવ્યા જીવ

ઝેલેન્સકીએ પીએમ મોદીને પત્ર લખ્યો

યુક્રેનના પ્રથમ નાયબ વિદેશ પ્રધાન એમિન ઝાપારોવા ગયા મહિને ભારતની મુલાકાતે આવ્યા હતા. યુક્રેન સામે રશિયન આક્રમણ શરૂ થયા બાદ યુક્રેનના અગ્રણી નેતાની ભારતની આ પ્રથમ મુલાકાત હતી. આ દરમિયાન ઝાપરોવાએ વિદેશ રાજ્ય પ્રધાન મીનાક્ષી લેખીને એક પત્ર સોંપ્યો હતો. આ પત્ર ઝેલેન્સકીએ પીએમ મોદીના નામે લખ્યો હતો.

 

national news narendra modi ukraine