06 May, 2021 03:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અદાર પૂનાવાલા (ફાઇલ ફોટો)
કોરોના વાયરસને અટકાવતી વેક્સીન બનાવનારી સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલા અને તેમના પરિવારજનોને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવાની માગ કરવામાં આવી છે. આ માટે બૉમ્બે હાઇકૉર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે પૂનાવાલાને વાઇ શ્રેણીની સિક્યોરિટી આપી હતી. પૂનાવાલા હાલ પોતાના પરિવારજનો સાથે બ્રિટેનમાં છે.
પુણે સ્થિત એસઆઇઆઇમાં સરકાર તેમજ નિયમન કાર્યના નિદેશક પ્રકાશ કુમાર સિંહે 16 એપ્રિલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને પૂનાવાલાને સુરક્ષા આપવાનો આગ્રહ કર્યો હતો જેના પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. અધિકારીઓ પ્રમાણે, પૂનાવાલાને `થનારા જોખમ`ને જોતા તેમને સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના સશસ્ત્ર કમાંડો હંમેશાં પૂનાવાલા સાથે રહેશે અને તે કારોબારીની સાથે ત્યારે પણ રહેશે જ્યારે તે દેશના કોઇપણ ભાગનો પ્રવાસ કરશે. `વાઇ` શ્રેણીની સુરક્ષા હેઠળ પૂનાવાલાની સાથે લગભગ 4-5 સશસ્ત્ર કમાન્ડો રહેશે.
ભારતમાં મૂકવામાં આતા કોવિડ-19ની બે વેક્સીનમાંથી `કોવિશીલ્ડ` વેક્સીનનું વિનિર્માણ એસઆઇઆઇ કરી રહ્યું છે. બીજી વેક્સીન `કોવેક્સીન`ને ભારત બાયોકેટે બનાવી છે. પોતાના પત્રમાં સિંહે કહ્યું હતું કે કોવિડ-19 વેક્સીનની આપૂર્તિને લઈને વિભિન્ન સમૂહ દ્વારા પૂનાવાલાને ધમકીઓ મળી રહી છે સિંહે એ પણ કહ્યું હતું કે, "અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉર્જાવાન નેતૃત્વમાં ભારત સરકાર સાથે ખભે ખભો મેળવીને કોવિડ મહામારી વિરુદ્ધ લડી રહ્યા છે"
મારા પર ખૂબ જ દબાણ- પૂનાવાલા
છેલ્લા કેટલાક દિવસોમાં પૂનાવાલાએ કોવિડ-19ની વેક્સીનનો પૂરવઠો વધારવાને લઈને પોતાના પર ભારે દબાણની વાત કરી હચી. તેમણે કહ્યું કે બધો ભાર તેમના માથે પડી રહ્યો છે જ્યારે આ કામ તેમનાથી એકલાથી શક્ય નથી. સરકારી સુરક્ષા આપ્યા પછી પોતાની પહેલી ટિપ્પણીમાં પૂનાવાલાએ લંડનના અખબાર `ધ ટાઇમ્સ` સાથેની વાતચીતમાં કહ્યું કે કોવિશીલ્ડ વેક્સીનના પૂરવઠાની માગને લઈને ભારતના સૌથી શક્તિશાળી લોકોમાંથી કેટલાકે તેમને ફોન પર ઉગ્રતાપૂર્વક વાતો કરી છે.
પૂનાવાલાએ સમાચાર પત્રને કહ્યું કે, "હું અહીં (લંડન) નક્કી કરેલા સમયથી વધારે સમય રોકાઇ રહ્યો છું, કારણકે હું તે સ્થિતિમાં પાછો નથી જવા માગતો. બધું મારા માથે આવી પડ્યું છે, પણ હું આ એકલાહાથે નહીં કરી શકું...હું એવી સ્થિતિમાં નથી રહેવા માગતો, જ્યાં તમે ફક્ત પોતાનું કામ કરવાનો પ્રયત્ન કરતા હોવ, અને ફક્ત એ કારણસર કે તમે દરેકની જરૂરિયાત પૂરી ન કરી શક્યા, તમે અંદાજ પણ ન લગાડી શકો કે બદલામાં તે શું કરશે."