કર્ણાટકના નોકરીના બિલથી નારાજ ફોનપેના ફાઉન્ડર સમીર નિગમે કહ્યું શું મારાં બાળકોને નોકરી નહીં મળે?

19 July, 2024 01:08 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

કર્ણાટકમાં પ્રાઇવેટ કંપનીમાં લોકલ માટે રિઝર્વેશન રાખવા માટેનું બિલ તૈયાર કરવામાં આવ્યું હતું.

સમીર નિગમ

ફોનપેના ચીફ એ‌ક્ઝિક્યુટિવ ઑફિસર અને ફાઉન્ડર સમીર નિગમને કર્ણાટકના જૉબ રિઝર્વેશન બિલને લઈને ચિંતા થઈ રહી છે. કર્ણાટકમાં પ્રાઇવેટ કંપનીમાં લોકલ માટે રિઝર્વેશન રાખવા માટેનું બિલ તૈયાર કરવામાં આવ્યું હતું. આ નિર્ણયનો ખૂબ વિરોધ કરવામાં આવતાં એને હવે હોલ્ડ પર મૂકવામાં આવ્યું છે. સમીર નિગમ હાલમાં બૅન્ગલોર રહે છે. આ બિલ વિશે નારાજગી વ્યક્ત કરતાં સમીર નિગમે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું, ‘હું ૪૬ વર્ષનો છું. આ રાજ્યમાં ૧૫ વર્ષથી વધુ હું નથી રોકાયો. મારા પિતા ઇન્ડિયન નેવીમાં હતા. તેમને દેશમાં ઘણી જગ્યાએ પોસ્ટિંગ મળ્યું હતું. શું તેમનાં બાળકોને કર્ણાટકમાં નોકરી નહીં મળે? મેં ઘણી કંપનીઓ બનાવી છે. ભારતભરમાં મેં ૨૫,૦૦૦થી વધુ નોકરીઓ ઊભી કરી છે. શું મારાં બાળકોને તેમની હોમ સિટીમાં નોકરી નહીં મળે?’

karnataka life masala chennai national news jobs and career