26 July, 2024 08:20 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રાઘવ ચઢ્ઢા
રાજ્યસભામાં બજેટની ચર્ચા દરમ્યાન ગઈ કાલે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે ભારતમાં લોકોએ ઇંગ્લૅન્ડ જેટલો ટૅક્સ ભરવો પડે છે, પણ સર્વિસ મળે છે સોમાલિયા જેવી. બજેટને નિરાશાજનક જણાવીને તેમણે કહ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટી (BJP)ના સપોર્ટર્સ અને વોટર્સથી લઈને સમાજના એક પણ વર્ગને ખુશ રાખવામાં આ બજેટ નિષ્ફળ રહ્યું છે. સામાન્ય રીતે બજેટથી અમુક વર્ગ ખુશ થતો હોય છે તો બીજા અમુક વર્ગના લોકો નારાજ રહેતા હોય છે, પણ આ વખતે બધા સરકારથી નારાજ છે. છેલ્લાં દસ વર્ષથી સરકાર લોકોની આવકમાંથી ૭૦થી ૮૦ ટકા પૈસા ઇન્કમ-ટૅક્સ, ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ અને કૅપિટલ ગેઇન્સ ટૅક્સના નામે લઈ લે છે; પણ એની સામે લોકોને મળે છે શું?’