Pawan Singh Suspended: ભોજપુરી સિંગર પવન સિંહની શું ભૂલ થઈ કે BJPએ હાંકી કાઢ્યા?

22 May, 2024 11:26 AM IST  |  Bihar | Gujarati Mid-day Online Correspondent

Pawan Singh Suspended: ભારતીય જનતા પાર્ટીના બિહાર રાજ્ય મુખ્યાલયના પ્રભારી અરવિંદ શર્માએ આ ભોજપુરી ગાયકના નામે એક પત્ર જારી કર્યો છે.

પવન સિંહની ફાઇલ તસવીર

બિહાર ભાજપ તરફથી તાજેતરમાં જ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે NDAના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડવા બદલ ભોજપુરી ગાયક પવન સિંહની હકાલપટ્ટી (Pawan Singh Suspended) કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના બિહાર રાજ્ય મુખ્યાલયના પ્રભારી અરવિંદ શર્માએ પવન સિંહના નામે એક પત્ર જારી કર્યો છે. 

શું કારણ જણાવવામાં આવ્યું છે આ પત્રમાં?

તમને જણાવી દઈએ કે અરવિંદ શર્માએ જે પત્ર જારી કર્યો છે તેમાં જણાવાયું હતું કે લોકસભા ચૂંટણીમાં તમે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના સત્તાવાર ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહ સામે ચૂંટણી લડી રહ્યા છો. તમે પક્ષ વિરોધી છો. જેના કારણે પાર્ટીની છબી ખરડાઈ રહી છે. આ જ કારણોસર પાર્ટી વિરોધી કામ કરવા બદલ પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીની સૂચનાથી તમને હાંકી કાઢવામાં આવી રહ્યા છે.

કોણ છે પવન સિંહ?

પવન સિંહે (Pawan Singh Suspended) આ પહેલા કરકટ લોકસભાની સીટ પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. અગાઉ ભાજપે તેમને આસનસોલ લોકસભાની ટિકિટ આપી હતી. આમ તો ભાજપ પાર્ટી ઈચ્છતી હતી કે પવન સિંહ આસનસોલથી જ ચૂંટણી લડે. પરંતુ, બીજા જ દિવસે પવન સિંહે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. વાસ્તવમાં પવન સિંહ બિહારના અરાહથી ચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ, જ્યારે કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ આરકે સિંહને અરાહથી ટિકિટ આપવામાં આવી, ત્યારે પવન સિંહે કરકટથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

આ જ રીતે ભોજપુરી સિનેમાના સ્ટાર પવન સિંહ (Pawan Singh Suspended) કરકટ લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા હતા. જ્યાં NDA સમર્થિત ઉપેન્દ્ર કુશવાહ પણ અહીં મેદાનમાં ઉતરેલા છે. જેને ભાજપે પક્ષ વિરોધી કામ ગણાવ્યું છે. માટે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના આદેશ પર ભાજપે આ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવી છે.

આ મુદ્દે શું કહી રહ્યા છે બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરી?

જ્યારે આ મુદ્દે બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ આ મામલે પોતાનો જવાબ આપવાનું ટાળી રહ્યા છે. જોકે, સમ્રાટ ચૌધરીએ એવું પણ ખ્યાન અહેવાલ છે કે ઉપેન્દ્ર કુશવાહા કરકટથી એનડીએના ઉમેદવાર છે. તેમને પીએમ મોદીની મંજૂરી મળી ગઈ છે. સમગ્ર ભાજપ કુશવાહાની સાથે છે. ભાજપના તમામ કાર્યકર્તાઓ અને એનડીએ પક્ષોના નેતાઓ તેમના માટે કામ કરી રહ્યા છે."

Pawan Singh Suspended: તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કા હેઠળ કરકટમાં 1 જૂનના રોજ મતદાન થવાનું છે. તેમ જ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોક મોરચાના વડા કુશવાહ ઉપરાંત મહાગઠબંધનના રાજારામ સિંહ અને AIMIMના પ્રિયંકા ચૌધરી દક્ષિણ બિહાર બેઠક પરથી મેદાનમાં ઉતર્યા છે.

national news india bharatiya janata party Lok Sabha Election 2024 bihar