31 January, 2023 07:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
ગયા વર્ષે 26 નવેમ્બરના રોજ ન્યૂયૉર્કથી નવી દિલ્હી (New Delhi) આવતી ઍર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મહિલા પર પેશાબ કરનારા આરોપી શંકર મિશ્રાને મંગળવારે પટિયાલા હાઉસ કૉર્ટે જામીન આપી દીધા છે. જણાવવાનું કે સોમવારે વધારાના સત્ર ન્યાયાધીશ હરજ્યોત સિંહ ભલ્લાએ આ મામલે સુનાવણી કરીને નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. કૉર્ટે કહ્યું કે તપાસ એજન્સીએ જે સાક્ષ્યનું નામ લીધું છે તે તેના પક્ષમાં સાક્ષી આપી રહ્યું નથી. ફરિયાદકર્તાએ નિવેદન અને સાક્ષ્ય ઈલા બનર્જીના નિવેદનમાં વિરોધાભાસ છે.
જો કે, આરોપી શંકર મિશ્રા તરફથી રજૂ અધિવક્તા વરિષ્ઠ અધિવક્તા રમેશ ગુપ્તાએ કૉર્ટને જણાવ્યું કે ફરિયાદકર્તાએ ઘટના બાદ ટિકિટની કૉપીની માગ કરી અને આરોપી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે મેજિસ્ટ્રેટ કૉર્ટે તેમના ક્લાઈન્ટને એ કહેતા જામીન આપવાની ના પાડી કે તેમનું આચરણ સંતોષજનક નહોતું અને તપાસ લંબાયેલી હતી.
આ પહેલા દિલ્હી પોલીસે મિશ્રા પર તપાસમાં સહયોગ ન કરવાનો આરોપ મૂક્યો હતો. પોલીસે કૉર્ટમાં કહ્યું હતું કે આરોપીએ વરિષ્ઠ નાગરિક પર પેશાબ કર્યો હતો. તેણે પોતાના બધા મોબાઈલ નંબર બંધ કરી દીધા હતા. પછી અમે તેને આઈએમઈઆઈ નંબર દ્વાર ટ્રેસ કર્યો. તેમણે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કર્યો છે. તેની દિલ્હી પોલીસે છ જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી.
શું છે આખી ઘટના
26 નવેમ્બર 2022ના રોજ ન્યૂયૉર્કથી દિલ્હી આવતી ઍર ઈન્ડિયાની ફ્લાઈટમાં શંકર મિશ્રાએ એક વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. ત્યાર બાદ શખ્સ વિરુદ્ધ દિલ્હી પોલીસના કહેવા પર આવ્રજન બ્યૂરોએ લૂક આઉટ સર્ક્યુલર (LOC) જારી કર્યો હતો. આ સિવાય આરોપી વિશે માહિતી લેવાના સિલસિલે દિલ્હી પોલીસની એક ટીમ આરોપી એસ મિશ્રાના એક સંબંધીને મળવા મુંબઈ પહોંચી હતી અને પૂછપરછ પણ કરી હતી. આ પહેલા ઍર ઈન્ડિયાએ પોતાના સ્તરે કાર્યવાહી કરતા આરોપી પર 30 દિવસની યાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો. આરોપીની છ જાન્યુઆરીના દિલ્હી પોલીસે બેંન્ગલુરુથી ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : વધુ એકવાર AIR Indiaની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, હવે આ બન્યું કારણ
સમિતિની તપાસમાં શંકર મિશ્રાને `ખરાબ વ્યવહાર કરનાર યાત્રી` જાહેર કરવામાં આવ્યો.
તો બીજી તરફ ઍર ઈન્ડિયાના પ્રવક્તા પ્રમાણે, પૂર્વ જિલ્લા ન્યાયાધીશની અધ્યક્ષતામાં ત્રણ સભ્યની આંતરિક સમિતિએ આ મામલે તપાસ કરી અને શંકર મિશ્રાને `ખરાબ વ્યવહાર કરનાર પ્રવાસી` જાહેર થયો. તપાસ બાદ નાગરિક ઉડ્ડયનના પ્રાસંગિક પ્રાવધાનો પ્રમાણે શંકર મિશ્રા પર ચાર મહિના માટે ઉડ્ડાણ ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.