11 November, 2024 12:06 PM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યાના રામમંદિરમાં રામલલા
અયોધ્યાના રામમંદિરમાં રામલલાના વિગ્રહને ઠંડી લાગે નહીં એ માટે આ વર્ષે શિયાળામાં પશ્મિના શાલ, ક્વીલ્ટ્સ અને ઊનમાંથી તૈયાર કરવામાં આવેલાં ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવશે અને આ વસ્ત્રો દિલ્હીના ડિઝાઇનરો તૈયાર કરશે. ૨૦મી નવેમ્બર, કારતક વદ પંચમી એટલે કે અગનકી પંચમીથી આ વસ્ત્રો પહેરાવવામાં આવશે. તેમને હૂંફાળા પાણીથી સ્નાન કરાવવામાં આવશે અને પ્રસાદમાં દહીંના બદલે રબડી-ખીર અને ડ્રાયફ્રૂટ્સ આપવામાં આવશે. મંદિરના ગર્ભગૃહમાં હીટર બેસાડવામાં આવશે અને ખૂબ ઠંડી વખતે ગરમ પવન નાખતું બ્લોઅર લગાડવામાં આવશે. રામલલા પ્રિન્સ તરીકે બિરાજમાન હોવાથી તેમનાં વસ્ત્રોને રાજવી લુક આપવામાં આવશે. રામના ભાઈઓ અને હનુમાનજી માટે પણ ઊનમાંથી વસ્ત્રો તૈયાર કરાશે.