લોકસભામાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો, આ મુદ્દે બોલ્યા કોંગ્રેસ નેતા

07 February, 2023 04:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રાષ્ટ્રપતિના અભિભાષણ મુદ્દે અને ગૌતમ અદાણીના મુદ્દે કર્યા સવાલો

તસવીર સૌજન્ય : એ.એન.આઇ

કોંગ્રેસ (Congress) સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આજે લોકસભા (Loksabha)માં તેમના ભાષણ દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ અગ્નિવીર સ્કીમ (Agniveer Scheme) અને અદાણી કેસ (Adani Raw)ને લઈને સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજના અને રાષ્ટ્રપતિના અભિભાષણ પર કેન્દ્ર સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, અગ્નિવીર યોજના આરએસએસનો એજન્ડા છે અને રાષ્ટ્રપતિ અભિભાષણમાં મોંઘવારી શબ્દનો ઉલ્લેખ નથી.

લોકસભામાં સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘જ્યારે અમે યુવાનોને તેમની નોકરી વિશે પૂછ્યું તો ઘણાએ કહ્યું કે તેઓ બેરોજગાર છે અથવા કેબ ચલાવે છે. ખેડૂતોએ પીએમ-વીમા યોજના હેઠળ પૈસા ન મળવાની વાત કરી, તેમની જમીન છીનવી લેવામાં આવી અને આદિવાસીઓએ આદિવાસી બિલની વાત પણ કરી. લોકોએ અગ્નિવીર યોજનાની પણ વાત કરી. પરંતુ યુવાનોએ કહ્યું કે, ચાર વર્ષ પછી અમને નોકરી છોડી દેવા માટે કહેવામાં આવશે. નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, અગ્નિવીર યોજના આરએસએસ, ગૃહ મંત્રાલય તરફથી આવી છે, આર્મી તરફથી નહીં. સેના પર અગ્નિવીર યોજના થોપવામાં આવી રહી છે. નિવૃત્ત અધિકારીઓએ કહ્યું કે, લોકોને હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવે છે અને પછી સમાજમાં પાછા જવા માટે કહેવામાં આવે છે, તેનાથી હિંસા ભડકશે. તેઓ (નિવૃત્ત અધિકારીઓ)ને લાગે છે કે અગ્નિવીર યોજના સેના તરફથી નથી આવી અને NSA અજીત ડોભાલે આ યોજના સેના પર લાગુ કરી છે.’

આ પણ વાંચો - કૉન્ગ્રેસમાં પ્રાણ ફૂંકવાના પ્રયાસ વચ્ચે રાજ્યમાં આંતરિક વિવાદ ચરમસીમાએ

રાહુલ ગાંધીએ અદાણી કેસ પર બોલતા કહ્યું કે, ‘બધા પૂછતા હતા કે આ અદાણી શું કરે છે, કોઈપણ બિઝનેસમાં પ્રવેશ કરે છે અને તે સફળ થાય છે અને કોઈપણ બિઝનેસમાં ઘુસી જાય છે. જ્યારે પહેલા તે માત્ર એક-બે જગ્યાએ જોવા મળતું હતું. હવે તે દરેક જગ્યાએ જોવા મળે છે.’ રાહુલ ગાંધીએ ગૃહમાં ગૌતમ અદાણીનો ફોટો બતાવ્યો હતો. જેના પર લોકસભા સ્પીકરે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ વાજબી નથી.

રાષ્ટ્રપતિના સંબોધનનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, રાષ્ટ્રપતિના સંબોધનમાં અગ્નિવીર વિશે એક લીટી પણ બોલાઈ નથી. બેરોજગારી શબ્દ નહોતો. મોંઘવારીનો કોઈ શબ્દ નહોતો, જે યાત્રામાં સંભળાતો હતો તે રાષ્ટ્રપતિના ભાષણમાં નહોતું.

આ પણ વાંચો - અદાણી મામલે સંસદમાં ભારે હંગામો

આજે લોકસભામાં રાહુલ ગાંધી પ્રહાર કરવાના મુડમાં જ જોવા મળ્યા હતા.

national news india new delhi Lok Sabha congress bharatiya janata party narendra modi rahul gandhi