13 March, 2023 03:10 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પીયૂષ ગોયલ (ફાઈલ તસવીર)
Piyush Goyal On Rahul Gandhi: લોકસભા પછી રાજ્યસભામાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના લંડનમાં આપેલા નિવેદનનો મુદ્દો ગુંજ્યો. રાજ્યસભામાં બીજેપી નેતા પીયૂષ ગોયલે રાહુલ ગાંધીના નિવેદનનો મુદ્દો ઊઠાવ્યો અને કૉંગ્રેસ નેતા પાસેથી માફીની માગ કરી છે.
પીયૂષ ગોયલે કહ્યું, ખૂબ જ શરમજનક રીતે એક વિપક્ષી નેતાએ વિદેશમાં જઈને ભારતની ન્યાયપાલિકા, સેના, ચૂંટણી પંચ અને સદનનું અપમાન કર્યું. વિપક્ષી નેતાઓ ખોટા આરોપ મૂક્યા છે. તેમને સદનમાં આવીને દેશના લોકોની માફી માગવી જોઈએ.
પીયૂષ ગોયલે ઇમરજન્સીનો ઉલ્લેખ કરતા કહ્યું કે લોકતંત્રને જોખમ ત્યારે હતું જ્યારે દેશમાં ઇમરજન્સી લગાડવામાં આવી હતી.
બચાવમાં ઉતર્યા ખરગે
રાહુલ ગાંધી પર બીજેપી નેતાના હુમલા બાદ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે તેમના બચાવમાં ઉતર્યા. ખરગેએ કહ્યું, "જે આ સદનના સભ્ય નથી તેમના પર ટિપ્પણી કરનાની હું નિંદા કરું છું."
ખરગેએ પીયૂષ ગોયલ પર રાહુલ ગાંધીના ભાષણને પોતાની રીતે રજૂ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે ડેમોક્રેસીની જગ્યા બીજેપી રાજમાં નથી.
ખરગેએ કહ્યું, અમે કોઈ કૉલેજમાં ડેમોક્રેસીની વાત કરીએ તો અમને દેશદ્રોહી કહેવામાં આવે છે. જ્યારે વડાપ્રધાન વિદેશમાં ભારતના 70 વર્ષના યોગદાનને નકારે છે. આ તો `ઊલ્ટા ચોર કોતવાલ કો ડાંટે`વાળી વાત થઈ.
આ પણ વાંચો : WTC Final: ટીમ ઈન્ડિયાની ફાઈનલમાં એન્ટ્રી, 20 વર્ષ બાદ ઑસ્ટ્રેલિયાનો કરશે સામનો
મને પણ ન બોલવા દીધું- ખરગે
ખરગેએ સદનની અંદર તેમને ન બોલવા દેવાનો આરોપ મૂકતા કહ્યું, "અદાણીના મુદ્દે અમે જેપીસી બેસાડવાની માગ કરી રહ્યા છે. મને 2 મિનિટ પણ ન બોલવા દેવામાં આવ્યો. પીયૂષ ગોયલને બોલવા માટે 10 મિનિટ આપવામાં આવી. અમારું માઇક પણ બંધ કરી દેવામાં આવ્યું અને હોબાળો પણ કરવામાં આવ્યો. અમે વિક્રમ બેતાલની જેમ આની પાછળ પડી રહેશું."