09 February, 2023 07:08 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કૌશામ્બીમાં એક 21 વર્ષીય મહિલાની કહેવાતી રીતે તેના માતા-પિતાએ ગળું દાબીને હત્યા કરી દીધી. હકિકતે મહિલાના પરિવારવાળાને તેની પાસેથી પ્રેગ્નેન્સી કિટ મળી હતી જેથી તેના કોઈકની સાથે અફેરમાં હોવાની શંકા હતી. દંપતિએ પોતાના બે સંબંધીઓની મદદથી મહિલાની હત્યા બાદ તેના શરીર પર એસિડ નાખ્યું જેથી તેની ઓળખ થઈ શકે નહીં અને પછી તેના મૃતદેહને ફેંકી દીધો. પોલીસે બુધવારે આ માહિતી આપી છે. ચારેયની ધરપકડ કરી લેવામાં આવી છે.
અહીંના તેન શાહ અલમાબાગ ગામના રહેવાસી નરેશે 3 ફેબ્રુઆરીના રોજ પોતાની દીકરી ખોવાઈ જવાનો રિપૉર્ટ નોંધાવ્યો હતો. ત્યાર બાદ મંગળવારે તેની ક્ષત-વિક્ષત લાશ ગામની બહાર નહેરમાંથી મળી આવી. પોલીસ અધિકારી બૃજેશ કુમાર શ્રીવાસ્તવે બુધવારે જણાવ્યું કે તપાસ દરમિયાન ખબર પડી છે કે નરેશ અને તેની પત્ની શોભા દેવીએ 3 ફેબ્રુઆરીના પોતાના ઘરમાં જ પોતાની દીકરીનું ગળું દાબીને હત્યા કરી દીધી.
એસપીએ જણાવ્યું કે ઓળખ છુપાવવા માટે, તેમણે મહિલાના શરીર પર બેટરી એસિડ નાખ્યો હતો. નરેશના બે ભાઈઓ ગુલાબ અને રમેશે પણ મૃતદેહ સંતાડવામાં મદદ કરી હતી. નરેશે પોલીસને જણાવ્યું હતું કે તેની દીકરી અનેક છોકરાઓ સાથે મોબાઈલ પર વાતો કરતી હતી. એસપીએ કહ્યું, "તેની પાસે કેટલીક પ્રેગ્નેન્સી કિટ પણ મળી હતી, જેનાથી નરેશને શંકા હતી કે તેની દીકરીના કોઈની સાથે સંબંધ છે અને તે આ વાતથી નારાજ હતો."
તેમણે જણાવ્યું કે મૃતદેહની ઓળખ છુપાવવા માટે મૃતકના શરીર પર એસિડ નાખી દીધો હતો. અધિકારીએ કહ્યું કે લાશને ઠેકાણે પાડવામાં નરેશના બે સગા ભાઈઓ ગુલાબ અને રમેશે પણ મદદ કરી હતી.
આ પણ વાંચો : મમ્મી મારે છે, ગાળો આપે છે
પોલીસ અધિકારી પ્રમાણે, મૃતકાના પિતા નરેશે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે તેની દીકરી મોબાઈલ પર અનેક છોકરાઓ સાથે વાતો કરતી હતી અને તેમને શંકા હતી કે યુવતીના કોઈ છોકરા સાથે સંબંધો છે.
આરોપ છે કે આ વાતથી જ ક્ષુબ્ધ થઈને નરેશે પોતાની પત્ની શોભા સાથે મળીને દુપટ્ટાથી તેનું ગળું ઘોંટીને નિશાની હત્યા કરી દીધી.