પાકિસ્તાનના વડા પ્રધાન બનશે શાહબાઝ શરીફ અને પ્રેસિડન્ટ આસિફ અલી ઝરદારી

22 February, 2024 10:35 AM IST  |  Karachi | Gujarati Mid-day Correspondent

પીએમએલ-એનને ૭૫ બેઠક અને પીપીપીને ૫૪ બેઠક મળી છે.

શાહબાઝ શરીફ , આસિફ અલી ઝરદારી

કરાચી : આઠમી ફેબ્રુઆરીની વિવાદાસ્પદ ચૂંટણીનાં થોડાં સપ્તાહ બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) વચ્ચે સરકાર રચવા મંગળવારે સમજૂતી સધાઈ હતી. પીએમએલ-એનને ૭૫ બેઠક અને પીપીપીને ૫૪ બેઠક મળી છે. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (એમક્યુએમ-પી)એ અન્ય ચાર નાના પક્ષો સહિત ૧૭ બેઠક સાથે તેમને ટેકો આપવા સંમતિ દર્શાવી છે. આ સાથે ૨૬૪ સભ્ય ધરાવતા ​વિધાનમંડળમાં તેમની બહુમતી આસાન બની રહેશે. બે મોટા પક્ષોની યુતિને પાકિસ્તાનના આર્મીનો ટેકો હોવાનું  મનાય છે. પીપીપીના ચૅરમૅન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જાહેરાત કરી હતી કે પીએમએલ-એનના પ્રમુખ શાહબાઝ શરીફ વડા પ્રધાન તરીકે ફરીથી હોદ્દો સંભાળશે અને પીપીપીના કો-ચૅરમૅન આસિફ અલી ઝરદારી ફરીથી દેશના પ્રેસિડન્ટ બનશે.

national news pakistan