૧૯૪ સંસદસભ્યો વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, બળાત્કાર જેવા ગંભીર ક્રિમિનલ કેસ

13 September, 2023 10:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ધ અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સના રિપોર્ટ અનુસાર ૪૦ ટકા સંસદસભ્યો વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

ભારતના અત્યારના ૪૦ ટકા સંસદસભ્યોની વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ૨૫ ટકાની વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધના અપરાધો જેવા ગંભીર ક્રિમિનલ કેસ છે. ચૂંટણી અને રાજકીય સુધારા દ્વારા લોકશાહીને મજબૂત કરવા માટે કામ કરી રહેલા ધ અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (એડીઆર)એ આ વિગતો પૂરી પાડી છે.

ધ અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ અને નૅશનલ ઇલેક્શન વૉચે લોકસભા અને રાજ્યસભાની ૭૭૬ સીટ્સમાંથી અત્યારના ૭૬૩ સંસદસભ્યોના ઍફિડેવિટનું ઍનૅલિસિસ કર્યું હતું. 
સંસદસભ્યો દ્વારા ગઈ ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ લડતાં પહેલાં દાખલ કરવામાં આવેલાં ઍફિડેવિટ્સમાંથી આ ડેટા મેળવવામાં આવ્યા છે. લોકસભાની ચાર બેઠકો, જ્યારે રાજ્યસભાની એક બેઠક ખાલી છે.

લોકસભાના એક એમપી જ્યારે રાજ્યસભાના ત્રણ એમપીનાં ઍફિડેવિટનું ઍનૅલિસિસ થઈ શક્યું નથી, કેમ કે આ ડૉક્યુમેન્ટ્સ અવેલેબલ નહોતા.

ઍનૅલિસિસ કરવામાં આવેલા અત્યારના ૭૬૩ એમપીમાંથી ૩૦૬ (૪૦ ટકા) એમપીએ તેમની વિરુદ્ધ ક્રિમિનલ કેસ હોવાનું જાહેર કર્યું છે અને ૧૯૪ (૨૫ ટકા) અત્યારના સંસદસભ્યોએ હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, મહિલાઓ વિરુદ્ધના અપરાધો જેવા ગંભીર ક્રિમિનલ કેસ હોવાનું જાહેર કર્યું છે. 

કઈ પાર્ટીના કેટલા એમપી વિરુદ્ધ ગંભીર ક્રિમિનલ કેસ

બીજેપીના ૩૮૫માંથી ૯૮
કૉન્ગ્રેસના ૮૧માંથી ૨૬
ટીએમસીના ૩૬માંથી ૭
આરજેડીના ૬માંથી ૩
સીપીઆઈ (એમ)ના ૮માંથી ૨
આપના ૧૧માંથી ૧
વાયએસઆરસીપીના ૩૧માંથી ૧૧
એનસીપીના ૮માંથી ૨

રાજ્યમાં પ્રતિ એમપી સૌથી વધુ ઍવરેજ ઍસેટ
રાજ્ય                   અસેટ
તેલંગણ         ૨૬૨.૨૬ કરોડ રૂપિયા
આંધ્ર પ્રદેશ    ૧૫૦.૭૬ કરોડ રૂપિયા
પંજાબ           ૮૮.૯૪ કરોડ રૂપિયા

કેટલા એમપી સામે કયા ગંભીર અપરાધો?
૧) ૧૧ એમપીની વિરુદ્ધ હત્યાને સંબંધિત કેસ.
૨) ૩૨ એમપીની વિરુદ્ધ હત્યાની કોશિશના કેસ.
૩) ૨૧ એમપીની વિરુદ્ધ મહિલાઓ વિરુદ્ધ અપરાધોના કેસ, જેમાંથી ૪ એમપી વિરુદ્ધ બળાત્કારના કેસ. 

53
આટલા સંસદસભ્યો અબજોપતિ છે. 

38.33
એડીઆર અનુસાર લોકસભા અને રાજ્યસભાના પ્રતિ એમપીની ઍસેટ્સનું ઍવરેજ મૂલ્ય આટલા કરોડ રૂપિયા છે.

Crime News indian government national news