17 January, 2023 11:14 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નવી દિલ્હી : વિપક્ષોએ ગઈ કાલે ચૂંટણી પંચ સમક્ષ રિમોટ વોટિંગ મશીનની આવશ્યકતા પર જ સવાલ ઉઠાવ્યા તેમ જ શહેરી મતદારોની મતદાનને લઈને પ્રવતર્તી ઉદાસીનતાના મુદ્દાને ઉકેલવા વિનંતી કરી હતી. કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે રાજકીય પક્ષોની બેઠકમાં ભાગ લીધા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે ‘કોઈ પણ વિપક્ષના સભ્યો રિમોટ વોટિંગ મશીન (આરવીએમ) જોવા માગતા નથી. પહેલાં આવા મશીનની જરૂરિયાત કેમ છે એ મુદ્દો ઉકેલાવો જોઈએ.
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘જ્યાં સુધી આ મુદ્દે એકમત નહીં થાય ત્યાં સુધી રિમોટ વોટિંગ મશીનનું પ્રદર્શન યોજવું ન જોઈએ. કોઈ પણ રાજકીય પક્ષ આ મશીનને જોવા માગતો નથી. ચૂંટણી પંચે પહેલાં ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન વિશેની ચિંતાઓ દૂર કરવી જોઈએ.’