હવે અગ્નિવીર બનવા એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે

05 February, 2023 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્મીએ અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં એક ફેરફારની જાહેરાત કરી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ આર્મીએ અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં એક ફેરફારની જાહેરાત કરી છે, જે મુજબ હવે આ ફોર્સમાં જોડાવા માગતા ઉમેદવારોએ સૌથી પહેલાં ઑનલાઇન કૉમન એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે, જેના પછી ફિઝિકલ ફિટનેસ અને મેડિકલ ટેસ્ટ્સ લેવામાં આવશે. આ ફેરફારના સંબંધમાં આગામી થોડા દિવસમાં એક નોટિફિકેશન ઇશ્યુ કરવામાં આવશે એવી અપેક્ષા છે. પહેલી ઑનલાઇન કૉમન એન્ટ્રન્સ એક્ઝામ સમગ્ર દેશમાં લગભગ ૨૦૦ જેટલાં સ્થળોએ એપ્રિલમાં યોજાશે, જેના માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ નવી વ્યવસ્થાથી વધુ યુવાનો આ ભરતી પ્રક્રિયામાં સામેલ થશે. એટલું જ નહીં, ભરતી રૅલીઓમાં ખૂબ જ મોટું ટોળું એકઠું થઈ જાય છે ત્યારે હવે એ સંખ્યા પણ ઘટાડી શકાશે. 

national news indian army