Notice to Sunita Kejriwal : દિલ્હી હાઇકોર્ટે સુનિતા કેજરીવાલને મોકલી નોટિસ, જાણો શું છે મામલો

15 June, 2024 02:06 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Notice to Sunita Kejriwal :સુનાવણીનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આજ વિડીયોને સુનીતા કેજરીવાલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રી-શેર કર્યો હતો.

સુનિતા કેજરીવાલની ફાઇલ તસવીર

દિલ્હી હાઈકોર્ટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને લઈને એક એવો નિર્દેશ (Notice to Sunita Kejriwal) કરવામાં આવ્યો છે. જેને લઈને સુનિતા કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે. તમને જણાવી દઈએ કે શરાબ કૌભાંડ સંબંધિત કેસમાં કોર્ટની સુનાવણીનું વીડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તાબડતોબ હટાવવાનો નિર્દેશ સુનિતા કેજરીવાલને આપવામાં આવ્યો છે. 

28 માર્ચના દિલ્હી હાઈકોર્ટમાં એક્સાઈઝ પોલિસી કેસ સાથે જોડાયેલી સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણીનો વીડિયો સુદ્ધાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આજ વિડીયો જેને સુનીતા કેજરીવાલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વિડીયોને હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવાનો આદેશ (Notice to Sunita Kejriwal) સુનિતા કેજરીવાલને આપવામાં આવ્યો છે.

સુનિતા કેજરીવાલે રિપોસ્ટ કર્યો હતો આ વીડિયો 

જોકે આ સુનાવણીના દિવસનો એક વીડિયો કોઈ યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો જેને સુનીતા કેજરીવાલે રીપોસ્ટ કર્યો હતો. આ અંગે હાઈકોર્ટમાં તેમની અને અન્ય લોકો સામે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. હવે આ અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે સુનીતા કેજરીવાલ અને અન્યને નોટિસ મોકલીને સોશિયલ મીડિયા પરથી વીડિયો હટાવવાનું કહેવામાં આવ્યું છે.

શા માટે વીડિયો હટાવી દેવાનું કહેવામાં આવ્યું?

તમને જણાવી દઈએ કે 28 માર્ચે કેજરીવાલને દિલ્હી દારૂ કૌભાંડના સંદર્ભમાં ઇડી દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે વ્યક્તિગત રીતે કોર્ટને સંબોધિત કરીને જણાવ્યું હતું કે ED ભાજપ માટે બળાત્કારનો રેકેટ ચલાવી રહી છે.

Notice to Sunita Kejriwal: પ્રાપ્ત અહેવાલો અનુસાર આ સુનાવણી જ્યારે પૂરી થઈ ગઈ ત્યારે ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ્સે કોર્ટની કાર્યવાહીનો ઓડિયો તેમ જ વીડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં પોસ્ટ, રીપોસ્ટ, ફોરવર્ડ, શેર તેમ જ રીશેર કરવા માંડ્યો હતો.

એ જ રીતે સુનીતા કેજરીવાલે સુદ્ધાં કોઈ યુઝરના હેન્ડલ પરથી અપલોડ કરેલ રેકોર્ડીંગને રીપોસ્ટ કરી હતી. કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિડિઓ કોન્ફરન્સિંગ માટે દિલ્હી હાઇ કોર્ટના નિયમ 2021 હેઠળ કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિંગ પ્રતિબંધિત છે અને આ વીડિયોઝને વાયરલ કરવું એ પણ ન્યાયપાલિકા અને ન્યાયાધીશોની છબી ખરાબ કરવાનો પ્રયાસ છે. આ માટે જ સુનિતા કેજરીવાલને આ વિડીયો હટાવી દેવાનું કહેવામાં આવ્યું છે.

અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે આવા અનધિકૃત રેકોર્ડિંગ્સના પુનરાવૃત્તિને રોકવા અને તેના પછીના પ્રસારને રોકવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને યોગ્ય નિર્દેશો (Notice to Sunita Kejriwal) જારી કરવામાં આવે અને કોઈપણ વ્યક્તિ અથવા એન્ટિટી પર નિર્દેશોનું પાલન ન કરવા બદલ દંડ પણ લાદવો જોઈએ. 

અરવિંદ કેજરીવાલની 21 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી `કૌભાંડ`માંથી ઉદ્ભવતા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલમાં રાખવામાં આવ્યા હતા.

national news india delhi news new delhi delhi high court arvind kejriwal sunita kejriwal