આપણે યુવાનોને કુશળ અને રોજગારયોગ્ય બનાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ: પીએમ મોદી

27 July, 2024 06:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ બેઠકનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહયોગી શાસન અને સહકારને પ્રોત્સાહન આપવાનો અને ડિલિવરી નેટવર્કને મજબૂત કરીને ગ્રામીણ અને શહેરી બંને વસ્તી માટે જીવનની ગુણવત્તામાં વધારો કરવાનો હતો

નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

શનિવારે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક (Niti Aayog Meeting) યોજાઈ હતી. મીટિંગમાં પીએમ મોદીએ કહ્યું કે, “ભારત એક યુવા દેશ છે. તે તેના કાર્યબળને કારણે સમગ્ર વિશ્વ માટે એક મોટું આકર્ષણ છે. આપણે આપણા યુવાનોને કુશળ અને રોજગારીયોગ્ય કાર્યબળ બનાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. એક વિકસિત ભારત 2024 બનાવવાનું છે. કૌશલ્ય, સંશોધન, નવીનતા અને નોકરી આધારિત જ્ઞાન પર ભાર મૂકવા માટે જરૂરી છે.”

પીએમ મોદીએ કહ્યું કે, “NEP, મુદ્રા, પીએમ વિશ્વકર્મા, પીએમ સુવિધા અને ફોજદારી ન્યાય પ્રણાલીમાં સુધારા વગેરે જેવી યોજનાઓનો ઉપયોગ ભારતીય સમાજ અને અર્થવ્યવસ્થામાં પરિવર્તનકારી પરિવર્તન લાવવા માટે થવો જોઈએ.” બેઠક (Niti Aayog Meeting)માં પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરોને કહ્યું કે, “વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની દરેક ભારતીયની મહત્વાકાંક્ષા છે.” રાજ્યો આ લક્ષ્યને હાંસલ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી શકે છે કારણ કે તેઓ લોકો સાથે સીધા જોડાયેલા છે.

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આ બેઠક (Niti Aayog Meeting) 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા પર કેન્દ્રિત હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહયોગી શાસન અને સહકારને પ્રોત્સાહન આપવાનો અને ડિલિવરી નેટવર્કને મજબૂત કરીને ગ્રામીણ અને શહેરી બંને વસ્તી માટે જીવનની ગુણવત્તામાં વધારો કરવાનો હતો.

ગવર્નિંગ કાઉન્સિલ, નીતિ આયોગની સર્વોચ્ચ સંસ્થા, જેમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નીતિ આયોગના અધ્યક્ષ છે.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નીતિ આયોગની બેઠક અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા હતા. તેણે કહ્યું કે તેને `માત્ર પાંચ મિનિટ બોલ્યા બાદ` અટકાવવામાં આવ્યો હતો. તેમણે કેન્દ્રીય બજેટ 2024-25ની પણ ટીકા કરી અને તેને `પક્ષપાતી` ગણાવ્યું છે.

બજેટમાં આપ્યું છે એ લોકો સુધી પહોંચાડો, વિરોધીઓના ખોટા પ્રચારનો મુકાબલો કરો

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ત્રણેક મહિનામાં યોજાવાની શક્યતા છે ત્યારે મહારાષ્ટ્રની ભારતીય જનતા પાર્ટી (BJP)ની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કમર કસી છે. તેમણે મહારાષ્ટ્રના સંસદસભ્યોની ગુરુવારે બેઠક બોલાવી હતી. એમાં તેમણે મિશન મહારાષ્ટ્ર વિશે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ ચર્ચામાં વડા પ્રધાને કેન્દ્રીય બજેટમાં મહારાષ્ટ્ર માટેની જાહેરાતની માહિતી જનતા સુધી પહોંચાડવાની સાથે વિરોધીઓના ખોટા પ્રચારનો મુકાબલો કરવાનું કહ્યું હોવાનું કહેવાય છે. આ બેઠકમાં સામેલ મહારાષ્ટ્રના એક સંસદસભ્યે કહ્યું હતું કે ‘વડા પ્રધાને અમને સરકારના વિરોધમાં વિપક્ષના ખોટા પ્રચારને ખતમ કરવાનો અને બૂથ સ્તર પર દરેક મતદાર સુધી પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં BJPનું મહારાષ્ટ્ર સહિતના ગઢમાં સારું પ્રદર્શન નહોતું રહ્યું. એને લીધે જ લોકસભામાં BJP બહુમતના આંકડાથી ૩૨ બેઠક દૂર રહી હતી.’

narendra modi mamata banerjee indian government bharatiya janata party trinamool congress new delhi india news national news