Newsclick Case Verdict: ‘ન્યૂઝક્લિક’ના સંપાદકને SC તરફથી મોટી રાહત, જામીન મંજૂર કરી દેવાયા

15 May, 2024 12:34 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Newsclick Case Verdict: પ્રબીર પુરકાયસ્થની ગયા વર્ષે ઓક્ટોબરમાં દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હવે તે ટ્રાયલ કોર્ટમાં જામીન બોન્ડ પર મુક્ત થશે. 

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) કેસ સાથે જોડાયેલા ન્યૂઝક્લિક (Newsclick Case Verdict)ના સંપાદક પ્રબીર પુરકાયસ્થને જામીન આપવામાં આવ્યા છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે તેમને તાત્કાલિક મુક્ત કરવાનો સુદ્ધાં આદેશ ફરમાવ્યો છે. તમને જણાવી દઈએ કે હવે પ્રબીર પુરકાયસ્થ ટ્રાયલ કોર્ટમાં જામીન બોન્ડ પર મુક્ત થશે. 

તમને જણાવી દઈએ કે જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની બેન્ચે આ કેસની સુનાવણી (Newsclick Case Verdict) હાથ ધરી હતી. જેમાં યુએપીએ હેઠળ ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

શા માટે પ્રબીર પુરકાયસ્થની ધરપકડ કરવામાં આવી હતી? અને ક્યારે?

તમને જણાવી દઈએ કે પ્રબીર પુરકાયસ્થની ગયા વર્ષે ઓક્ટોબરમાં દિલ્હી પોલીસે ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓએ ન્યૂઝક્લિક પોર્ટલ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રચારને પ્રોત્સાહન આપ્યું હતું અને તેટલું જ નહીં પણ તે માટે તેઓએ ચીન પાસેથી સુદ્ધાં ગેરકાયદેસરરીતે ભંડોળ મેળવ્યું હતું. આ જ કારણોસર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ તેમની ધરપકડ (Newsclick Case Verdict) કરવામાં આવી હતી. 

પણ, હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે... તે જમીન માટે હકદાર છે!

તમને જણાવી દઈએ કે આ કેસ (Newsclick Case Verdict) મામલે હવે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જ્યારે પુરકાયસ્થની ધરપકડ કરવામાં આવી તે સમયે પોલીસ દ્વારા ધરપકડ માટે કોઈ જ પ્રકરણો આધાર આપવામાં આવ્યો ન હતો. આજ કારણોસર તે જામીન માટે હકદાર છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે આ કેસના સંદર્ભે સુપ્રીમ કોર્ટે ન્યૂઝક્લિકના મુખ્ય સંપાદક પ્રબીર પુરકાયસ્થની ધરપકડ બાદ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં ઉતાવળ કરવા બદલ દિલ્હી પોલીસના વિશેષ સેલની સુદ્ધાં ઝાટકણી કાઢી હતી.

શા માટે વકીલને જાણ કરવામાં આવી નહોતી? SCએ કાઢી ઝાટકણી 

કપિલ સિબ્બલે આ કેસ (Newsclick Case Verdict) મામલે અદાલતને એવું પણ જણાવ્યું હતું કે પુરકાયસ્થના વકીલને જાણ કરવામાં આવી ન હતી. જ્યારે પુરકાયસ્થે આનો વિરોધ કર્યો ત્યારે તપાસ અધિકારીએ તેના વકીલને ટેલિફોન દ્વારા જાણ કરી હતી અને રિમાન્ડ અરજી વોટ્સએપ પર વકીલને મોકલવામાં આવી હતી.

આ સાથે જ કોર્ટે કહ્યું હતું કે આગલા દિવસે સાંજે 5.45 વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી હતી તો પછી સવારે 6 વાગ્યે જ તેને રજૂ કરવાની ઉતાવળ શા માટે કરવામાં આવી હતી? તમારી પાસે તો આખો દિવસ હતો. કોર્ટે કહ્યું કે કુદરતી ન્યાયના સિદ્ધાંતો માટે જરૂરી છે કે જ્યારે રિમાન્ડનો આદેશ પસાર કરવામાં આવે છે ત્યારે પુરકાયસ્થના વકીલ ત્યાં હાજર હોય. પણ આવું કરવામાં આવ્યું ન હોવાથી કોર્ટે ઝાટકણી કાઢી હતી. અંતે લાંબી દલીલો બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

national news india delhi news delhi police supreme court