ન્યુઝ શૉર્ટમાં : જમ્મુમાંથી આઇઈડી ટિફિન બૉમ્બ પકડાયા અને વધુ સમાચાર

12 January, 2024 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૂગલ સેંકડો લોકોને છૂટા કરશે, કર્ણાટકમાં લૉજમાં ઘૂસીને ઇન્ટરકાસ્ટ કપલની કરી મારઝૂડ

પ્રતીકાત્મક તસવીર

રાજૌરી: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગઈ કાલે સીઆરપીએફના જવાનોએ ચાર આઇઈડી ફિટ કરાયેલાં ટિફિનબૉક્સ અને દઝનેક એકે સિરીઝની રાઇફલની બુલેટ કબજે કરી હતી. સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે જમ્મુમાં તહેનાત કરાયેલી ઇન્ટેલિજન્સ વિન્ગના ઇન્પુટ પર કામ કરતા પૅરામિલિટરી ફોર્સે કૉર્ડન ઍન્ડ સર્ચ ઑપરેશન (કાસો) લૉન્ચ કર્યું હતું. જિલ્લાના હયાતપુર-માંજલકોટ વિસ્તારમાં સીઆરપીએફની ૨૩૭મી બટૅલ્યનના સી કંપની અતંર્ગત ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

ગૂગલ સેંકડો લોકોને છૂટા કરશે
સૅન ફ્રાન્સિસ્કો : ગૂગલની કૉસ્ટ-કટિંગ ડ્રાઇવને પગલે એન્જિનિયરિંગ ટીમ, હાર્ડવેર અને વૉઇસ અસિસ્ટન્ટની ટીમમાંથી સેંકડો લોકોની છટણી કરવામાં આવી છે. આ છટણી પર વાત કરતાં કંપનીનું નિવેદન છે કે કંપનીની સૌથી મોટી પ્રાથમિકતા અને મહત્ત્વની તકોમાં પોતાની જવાબદારીઓનું રોકાણ કર્યું છે. કેટલીક પરિસ્થિતિમાં સંસ્થાએ આ પ્રકારનાં પગતાં લેતા રહેવું પડે છે. 

કર્ણાટકમાં લૉજમાં ઘૂસીને ઇન્ટરકાસ્ટ કપલની કરી મારઝૂડ

બૅન્ગલોર : હુમલાના અને કોઈની ગુપ્તતાનો ભંગ કરવાના એક આઘાતજનક કેસમાં ૬ માણસો કર્ણાટકમાં એક લૉજમાં ઘૂસી ગયા હતા અને જુદા-જુદા ધર્મના હોવા છતાં સાથે રહેવાના ગુના બદલ યુગલની મારઝૂડ કરી હતી. અલગ-અલગ ધર્મનાં હોવાનું માનવાની ભૂલ કરીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે એના થોડા દિવસ બાદ વિડિયો વાઇરલ થયો હતો.
ખુદ હુમલાખોરોએ જ વિડિયો બનાવ્યો હતો. હાવેરી જિલ્લાના હાનાગલ તાલુકામાં એક લૉજની બહાર ૬ માણસો રાહ જુએ છે. રૂમનો નંબર રેકૉર્ડ કર્યા બાદ તેઓ દરવાજો ખટખટાવે છે અને રાહ જુએ છે. એક માણસ દરવાજો ખોલે છે અને તેઓ તરત રૂમમાં ઘૂસી જાય છે. હુમલાખોરના હુમલાથી મહિલા જમીન પર પછડાય છે. પુરુષ પર પણ હુમલો કરવામાં આવ્યો. તેણે રૂમની બહાર નાસવાનો પ્રયાસ કરતાં બેથી ત્રણ જણે તેને પકડી રાખ્યો હતો. એક હુમલાખોરે મહિલાને પલંગ નજીક આંતરી હતી અને બીજા એક જણે તેના પર પ્રહાર કર્યો હતો અને તેને જમીન પર ઢસડી હતી. બીજો એક વિડિયો હુમલા બાદ લૉજની બહારનો હોવાનું મનાય છે. એમાં મહિલા પોતાનો ચહેરો ઢાંકવાના પ્રયાસ કરે છે, પરંતુ માણસો તેનો હિજાબ કાઢી નાખે છે અને વિડિયો ઉતારે છે. ૬ આરોપીઓ લઘુમતી કોમના હતા અને તેઓમાંના બે જણની ધરપકડ કરવામાં આવી છે.

national news jammu and kashmir google