31 March, 2023 01:36 PM IST | Howrah | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી)
પશ્ચિમ બંગાળના હાવડામાં ગઈ કાલે રામનવમીની ઉજવણી દરમ્યાન બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં અનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી. કાઝિપરા એરિયામાંથી રામનવમી નિમિત્તે શોભાયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે આ હિંસા ભડકી હતી. પોલીસ જવાનોએ તોફાન બાદ હાવડામાં ફ્લૅગ માર્ચ કરી હતી. દુકાનોને આગ ચાંપવામાં આવી હતી. પોલીસનાં વાહનો સળગાવવામાં આવ્યાં હતાં.
શ્રીનગરમાં ગઈ કાલે ઝેબરવાન પર્વતની તળેટીમાં એશિયાના સૌથી વિશાળ ટ્યુલિપ ગાર્ડનની મુલાકાત લઈ રહેલા ટૂરિસ્ટ્સ. તસવીર પી.ટી.આઇ.