22 September, 2023 09:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જસ્ટિન ટ્રુડો (ફાઇલ તસવીર)
નવી દિલ્હી: કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતમાં G20 સમિટ દરમ્યાન નવી દિલ્હીની ધ લલિત હોટેલમાં સ્પેશ્યલી તૈયાર કરવામાં આવેલા પ્રેસિડેન્શિયલ સ્યુટ્સમાં રોકાવાની ના પાડી દીધી હતી, જેના કારણે ભારતીય ઇન્ટેલિજન્સ અધિકારીઓની ચિંતા વધી ગઈ હતી. સોર્સિસ અનુસાર ધ લલિત હોટેલમાં કૅનેડિયન પીએમ માટે અલગ પ્રેસિડેન્શિયલ સ્યુટ બુક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે એક પણ દિવસ માટે આ પ્રેસિડેન્શિયલ સ્યુટનો ઉપયોગ કર્યો નહોતો. એના બદલે કૅનેડિયન પીએમ આ હોટેલના એક નૉર્મલ રૂમમાં રોકાયા હતા. ભારત સરકારે દિલ્હીમાં તમામ દેશોના વડાઓ અને પ્રતિનિધિઓ માટે વીવીઆઇપી હોટેલ્સ બુક કરી હતી. દિલ્હી પોલીસ અને તમામ સિક્યૉરિટી એજન્સીઓ તમામ પ્રેસિડેન્શિયલ સ્યુટ્સની સંપૂર્ણ સુરક્ષાની ઇન્ચાર્જ હતી.
નવી દિલ્હી: નૅશનલ મેડિકલ કમિશન, ભારતને ૧૦ વર્ષના સમયગાળા માટે પ્રતિષ્ઠિત વર્લ્ડ ફેડરેશન ફૉર મેડિકલ એજ્યુકેશન (ડબ્લ્યુએફએમઈ)ની માન્યતા મળી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક પ્રેસ રિલીઝમાં આ માહિતી પૂરી પાડી હતી. ડબ્લ્યુએફએમઈની માન્યતાને કારણે ઇન્ડિયન મેડિકલ ગ્રૅજ્યુએટ્સ અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલૅન્ડ જેવા ડબ્લ્યુએફએમઈની માન્યતાની જરૂર છે એવા દેશોમાં પોસ્ટ ગ્રૅજ્યુએટ ટ્રેનિંગ મેળવી શકશે અને પ્રૅક્ટિસ કરી શકશે.આ ઍક્રેડિટેશન હેઠળ અત્યારની તમામ ૭૦૬ મેડિકલ કૉલેજ ડબ્લ્યુએફએમઈ ઍક્રેડિટેડ થઈ ગઈ છે અને આગામી ૧૦ વર્ષમાં ઊભી થનારી નવી મેડિકલ કૉલેજ ઑટોમૅટિકલી ડબ્લ્યુએફએમઈ ઍક્રેડિટેડ થઈ જશે. આ સાથે જ ભારત ગ્લોબલી માન્ય સ્ટાન્ડર્ડ્ઝને કારણે ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સ માટે અટ્રૅક્ટિવ ડેસ્ટિનેશન બનશે.
નવી દિલ્હી: એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોમાં માર્ચમાં ઇન્ડિયન કૉન્સ્યુલેટ પર ‘ખાલિસ્તાની’ હુમલામાં સંડોવાયેલા ૧૦ આરોપીઓના ફોટોગ્રાફ્સ રિલીઝ કર્યા હતા અને લોકો પાસેથી તેમના વિશે માહિતી માગી હતી.