ન્યુઝ શોર્ટમાં : વલસાડમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ

20 November, 2023 10:25 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્યામાં ભારે વરસાદના કારણે હજારો લોકોને અસર થઈ અને વધુ સમાચાર

કેમિકલ કંપનીમાં ભીષણ આગ

કેમિકલ કંપનીમાં ભીષણ આગ

વલસાડ : વલસાડમાં ગઈ કાલે ઉમરગામ જીઆઇડીસી એરિયામાં એક કેમિકલ કંપનીઓમાં આગ ફાટી નીકળ્યા બાદ નીકળી રહેલો ધુમાડો. બે કંપનીઓ આ આગની ઝપટમાં આવી હતી. 

પ્રદૂષિત પાણીમાં પૂજા

તસવીર : પી.ટી.આઇ.

નવી દિલ્હી : નવી દિલ્હીમાં ગઈ કાલે કાલિંદી કુંજ ખાતે પ્રદૂષિત યમુના નદીની સપાટી પર ઝેરી ફીણ તરી રહ્યું હતું ત્યારે એવા પાણીમાં શ્રદ્ધાળુઓએ છઠપૂજા ફેસ્ટિવલ માટે પૂજા કરી હતી. નોંધપાત્ર છે કે દિલ્હીમાં હવાના પ્રદૂષણની સાથે યમુનાનું જળ પણ ખૂબ પ્રદૂષિત છે.  

કેન્યામાં ભારે વરસાદના કારણે હજારો લોકોને અસર થઈ

મોમ્બાસા : કેન્યાએ ગઈ કાલે જણાવ્યું હતું કે અત્યંત ભારે વરસાદ, પૂર અને ભેખડો ધસી પડવાના કારણે સમગ્ર દેશમાં હજારો લોકોને અસર થઈ છે, જેના લીધે મોમ્બાસા સિટીના પોર્ટ ખાતે કાર્ગો સર્વિસિસ પણ ખોરવાઈ ગઈ છે. પૂર્વ આફ્રિકામાં અલ નીનો હવામાનની સ્થિતિના કારણે ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે કેન્યાના જુદા-જુદા ભાગમાં ઓછામાં ઓછા ૪૬ લોકોનાં મોત થયાં છે. કેન્યાના ડેપ્યુટી પ્રેસિડન્ટ રિગથી ગચગુઆએ કહ્યું હતું કે કેન્યામાં ઓછામાં ઓછા ૮૦,૦૦૦ પરિવારોને અસર થઈ છે અને રોજેરોજ આ સંખ્યા વધી રહી છે.

આંદામાન સમુદ્રમાં ૪.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો

પોર્ટ બ્લેર : આંદામાન અને નિકોબાર આઇલૅન્ડ્સમાં આંદામાન સમુદ્રમાં ગઈ કાલે સાંજે રિક્ટર સ્કેલ પર ૪.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નૅશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજીએ એક સ્ટેટમેન્ટમાં આ જાણકારી આપી હતી. આ સેન્ટરે એક્સ પ્લૅટફૉર્મ (પહેલાંનું નામ ટ્‌વિટર) પર જાણકારી આપી હતી કે ‘આંદામાન સમુદ્રમાં ગઈ કાલે સાંજે ૬.૩૬ વાગ્યે ૧૨૦ કિલોમીટરના ઊંડાણમાં ૪.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.’

national news international news gujarat news kenya new delhi