ન્યુઝ શોર્ટમાં: મૃત સ્ટ્રે ડૉગને દોરડાથી બાંધીને ઘસડતી કાર જોવા મળી અમદાવાદ હાઇવે પર

24 June, 2024 02:38 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

શેષશાયી વિષ્ણુનું શિલ્પ મળી આવ્યું બુલઢાણામાં અને વધુ સમાચાર વાંચો અહીં

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ઇન્ટરનેટ પર એક વિડિયોએ પ્રાણીપ્રેમીઓના ગુસ્સાને ચરમસીમા પર લઈ જવાનું કામ કર્યું છે. અમદાવાદ હાઇવે પરની આ ઘટનામાં ઇનોવા કારની પાછળ દોરડાથી એક સ્ટ્રે ડૉગનું શરીર બાંધ્યું છે. કાર સ્પીડમાં દોડી રહી છે અને પાછળ ડૉગીનું શરીર ઘસડાઈ રહ્યું છે. આ વિડિયોને લોકોએ માનવસમાજની ક્રૂરતા અને અસંવેદનશીલતાની પરાકાષ્ઠા ગણાવી છે. શેરીનાં રખડતાં કૂતરાંઓ સાથે લોકોનું વર્તન વધુ ક્રૂર થતું જઈ રહ્યું છે. ડૉગીને જ્યારે કારની પાછળ બાંધવામાં આવ્યો એ પહેલાં જ એ મરી ચૂક્યો હતો એવું કહેવાઈ રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે ભલે શબ હોય તો પણ શું એને આ રીતે ઢસડીને લઈ જવાય? 

શેષશાયી વિષ્ણુનું શિલ્પ મળી આવ્યું બુલઢાણામાં

નાગપુર પાસેના બુલઢાણા જિલ્લાના સિંધખેડ રાજા ગામ પાસે પુરાતત્ત્વવિદોને એક શેષશાયી વિષ્ણુની પ્રતિમા મળી આવી છે. લખુજી માધવરાવની છત્રીના સંરક્ષણ કાર્ય દરમ્યાન જસ્ટ ૨.૨૫ મીટર ઊંડા ખોદકામમાં જ આ મૂર્તિ મળી આવી હતી. દક્ષિણ ભારતમાં જે શિલાથી મૂર્તિઓ બને છે એ ક્લોરાઇટના પથ્થરમાંથી આ મૂર્તિ બની છે.

બૅન્ગલોરની મહિલાને રેસ્ટોરાં ૭૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવશે

બૅન્ગલોરની ઉડુપી ગાર્ડન રેસ્ટોરાંમાં એક મહિલા બ્રેકફાસ્ટ કરવા ગઈ ત્યારે તેણે જે ઑર્ડર કર્યું એ ફૂડ ગરમ નહોતું. આ મુદ્દે મહિલાએ કેસ કરતાં ફર્સ્ટ ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિ‌સ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને રેસ્ટોરાંને ૭૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 

વૉટ્સઍપ પર હવે ટૂંક સમયમાં ઇન-ઍપ ડાયલર રોલઆઉટ થવાનું છે

ઍન્ડ્રૉઇડ બીટા યુઝર્સ માટે વૉટ્સઍપ પર હવે ટૂંક સમયમાં ઇન-ઍપ ડાયલર રોલઆઉટ થવાનું છે. એનાથી ફોન-નંબર સેવ કર્યા વિના જ માત્ર નંબર ડાયલ કરી શકાશે. બીટા યુઝર્સને હવે ફ્લોટિંગ બટનની સાથે ‘કૉલ’ ટૅબ જોવા મળશે.

national news ahmedabad gujarat news viral videos