25 May, 2023 04:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
ભારતનું નવું સંસદ ભવન (New Parliament) બનીને તૈયાર છે પણ હવે તેના ઉદ્ઘાટન પર સતત વિવાદ થઈ રહ્યા છે. 28 મેની તારીખ નક્કી કરવામાં આવી છે. આ દિવસે વીર સાવરકરનો જન્મદિવસ છે જેને હાલના રાજકારણે વિવાદાસ્પદ ઐતિહાસિક વ્યક્તિત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. આથી નવા સંસદ ભવનના ઉદ્ઘાટનની તારીખ પણ વિવાદોમાં છે. પણ આ વિવાદના મૂળમાં નરેન્દ્ર મોદી આવી ગયા છે. કોઈક કહે છે કે સેન્ટ્રલ વિસ્ટાની શું જરૂર હતી તો કોઈ પૂછે છે કે વડાપ્રધાન કેવી રીતે લોકતંત્રના મંદિરનું ઉદ્ધાટન કરી શકે છે? પ્રશ્નની આગેવાની રાહુલ ગાંધીએ કરી અને આજે 19 પાર્ટીઓ તેમની સાથે છે. એક જ અવાજ પડઘાય છે- બૉયકૉટ, બૉયકૉટ, બૉયકૉટ!
શું છે વિપક્ષની ડિમાન્ડ
વિપક્ષની માગ છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરાવવામાં આવે કારણકે તે સંવિધાનનાં સંરક્ષક છે. તો મંત્રી હરદીપ પુરીનું કહેવું છે કે ઈન્દિરા ગાંધીએ સંસદની એનેક્સી અને રાજીવ ગાંધીએ લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે વિવાદ નહોતો મચ્યો. આ મામલે કૉંગ્રેસનું કહેવું છે કે સંપૂર્ણ બ્યૂરોક્રેટ છે, માહિતી નથી. ઑફિસના ઉદ્ઘાટન અને સંસદના ઉદ્ઘાટમાં ફરક હોય એ શું તેમને ખબર નથી. માહોલ સંભાળવા માટે અમિત શાહે પોતે મોરચો સંભાળ્યો અને પ્રેસ કૉન્ફ્રેન્સ માટે બેસી ગયા. તેમણે સેંગોલનો વાર કર્યો. કેવી રીતે 14 ઑગસ્ટ 1947ના અડધી રાતે આ સેંગોલ અંગ્રેજોની સત્તા જવાનું પ્રતીક બન્યો જેને નવા સંસદ ભવનમાં રાખવામાં આવશે. ત્યાર બાદ હવે ચર્ચા થઈ રહી છે કે જો કૉંગ્રેસ આ કાર્યક્રમમાં ભાગ નહીં લે તો નેહરૂનું અપમાન થશે. મોદી સરકારે તો મંત્રીઓની ફોજ ઉતારી દીધી છે.
શિલાન્યાસ જ નહીં ઉદ્ઘાટન પણ
આ બધા વિવાદો વચ્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઝારખંડ હાઈકૉર્ટના નવા ભવનનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે. મોદી રાજમાં ઉદ્ઘાટનનો સ્તર બદલાયો છે. હું એ નથી કહી રહ્યો કે સ્તર ઘટ્યું છે. પણ વંદે ભારતથી લઈને યૂપીના મેડિકલ કૉલેજ, ઍરપૉર્ટ અને દેશના નવા રેલવેસ્ટેશનોના ઉદ્ઘાટન પણ નરેન્દ્ર મોદી પોતે કરી રહ્યા છે. મને ગયા વર્ષે અચરજ ત્યારે થઈ જ્યારે સીબીએસઈ બૉર્ડના રિઝલ્ટ પણ કેન્દ્રીય શિક્ષા મંત્રીએ જાહેર કર્યા. પહેલા સીબીએસઈ ઑફસિમાં ચેરમેન આ કામ કરતા હતા. આમાં કોઈ શંકા નથી કે વડાપ્રધાન ચૂંટાયેલી સરકારના વડા છે. સરકારની ઉપલબ્ધિઓનો શ્રેય લઈ શકે છે. આપણાં ટેક્સના પૈસામાંથી બનાવેલી ઈમારતોનું પણ ઉદ્ઘાટન કરી શકીએ છીએ. ઉદ્ઘાટન કરવાની પરંપરા જૂની છે. આથી તો રસ્તાઓ તૈયાર થઈ ગયા બાદ પણ ઉદ્ઘાટનકર્તાની રાહ જોવામાં જૂના થઈ જાય છે. આપણે એવી કાર્ય સંસ્કૃતિનો ભાગ છીએ. આથી આપણને અચરજ નથી થતી. કેવી રીતે થાય. જ્યારે સરકારના મંત્રીઓ પણ રાહ જોતા હશે તો આપણે શું. અને મોદીનો મંત્ર રહ્યો છે કે તે માત્ર શિલાન્યાસ નથી કરતા ઉદ્ઘાટન પણ કરે છે. સેન્ટ્રલ વિસ્ટાનું શિલાન્યાસ તેમણે જ કર્યું હતું અને નક્કી કરેલા સમયે બની પણ ગયું હતું. આ નાતે ઉદ્ઘાટન પર તેમનો દાવો પણ બને તો છે.
વિપક્ષની લિટમસ ટેસ્ટ
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ કરે કે વડાપ્રધાન હું એ ચોક્કસ કહેવા માગીશ કે જો દ્રૌપદી મુર્મૂ હાઈકૉર્ટનું ઉદ્ઘાટન કરી શકે છે તો સંસદ ભવનનું પણ કરી શકે છે. પણ પોતાના દેશમાં રાષ્ટ્રપતિ મંત્રિપરિષદની સલાહથી કામ કરે છે. રબર સ્ટેમ્પ કહેવાય છે. પણ સંવિધાનના સંરક્ષક કહેવાય છે. તો શું માનવામાં આવે કે કૉંગ્રેસ અને સમર્થનમાં ઊભેલા 19 વિપક્ષી પક્ષોને સંવિધાનના સંરક્ષકની મર્યાદાનો ખ્યાલ છે કે નહીં. આ રાજનૈતિક દુષ્ચક્રનો ભાગ છે. કૉંગ્રેસ સાથે નીતીશ કુમાર અને અરવિંદ કેજરીવાલ કોઈ એવી તક નથી છોડી રહ્યા જ્યાં મોદી વિરુદ્ધ વિપક્ષી એકતાનું લિટમસ ટેસ્ટ થઈ જાય. હાલની મોહિમ કેજરીવાલની છે. મોદી સરકારે અધ્યાદેશ જાહેર કરીને સર્વિસિસ પર ક્ન્ટ્રોલ અંતિમ અધિકાર ઉપરાજ્યપાલને આપી દીધો છે. હવે આ અધ્યાદેશને કાયદો બનાવવા માટે સંસદમાં રજૂ કરવામાં આવશે. નંબર ગેમમાં રાજ્યસભામાં સરકારની હાર થઈ શકે છે. આથી કેજરીવાલ એ ચકાસી રહ્યા છે કે બધા વિપક્ષીદળો તેમના સપોર્ટમાં અધ્યાદેશનો વિરોધ કરે છે કે નહીં. આ પહેલા 28 મેની તારીખ આવી ગઈ તો કેજરીવાલે પણ કૉંગ્રેસના બૉયકૉટ પર સ્ટેમ્પ મૂક્યો છે. તો શિવસેના તો ભૂલીને પણ વીર સાવરકરના નામ પર વિરોધ ન કરી શકે. આથી સંજય રાઉતે પીએમ પાસે ઉદ્ઘાટન કરવાને જ મુદ્દો બનાવ્યો છે.
મુર્મૂનું સમર્થન કે મોદીનો વિરોધ
જો રાષ્ટ્રપતિ પદની મર્યાદા પ્રત્યે એટલો પ્રેમ હોત તો દ્રૌપદી મુર્મૂ સાથે ચૂંટણી સમયે જે થયું તે ન થયું હોત. કૉંગ્રેસના નેતાઓએ દ્રૌપદી મુર્મૂને ચમચા સુદ્ઘાં કહી દીધાં હતાં. એક નેતાએ ખરાબ ફિલોસોફીનું નેતૃત્વ કરનાર પણ કહી દીધા હતા. બીજી તરફ બીજેપીએ રાજનૈતિક ફાયદા ઉઠાવવા માટે આને આદિવાસી સમાજ માટે નિમ્ન વિચારનું પરિણામ પણ કહ્યું. જો ભાજપ પહેલી આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવીને ગૌરવ હાંસલ કરી રહી હતી તો સંસદ ભવનનું ઉદ્ઘાટન પણ તેમના જ કરકમળે કરાવી દીધું હોત. આથી ગૌરવમાં ચાર ચાંદ લાગ્યા હોત. સંવિધાન આની ના પણ નથી પાડતું. તો સંવિધાન શું કહે છે? એ તો લખી લેવું કે સંવિધાનમાં સંસદનું ઉદ્ઘાટન કોણ કરશે, આનો ઉલ્લેખ નથી. બનાવનારાઓએ વિચાર્યું નહીં હોય કે ગુલામીની બધી નિશાનીઓ તોડીને મોદી નવું સંસદ ભવન પણ બનાવી દેશે. તેમ છતાં સંવિધાનમાં અનેક કલમ છે જેથી પીએમ અને રાષ્ટ્રપતિની ભૂમિકાનો અંદાજો લગાડી શકાય છે.
શું કહે છે સંવિધાન
Article 79 - દેશ માટે એક સંસદ હશે જેનો ભાગ રાષ્ટ્રપતિ અને બન્ને સદન હશે એટલે કે લોકસભા અને રાજ્યસભા. નોંધનીય છે કે આ કલમમાં વડાપ્રધાનનો ઉલ્લેખ ક્યાંય પણ નથી.
Article 74 (1)- વડાપ્રધાનની આગેવાનીમાં મંત્રિપરિષદનું ગઠન થશે. રાષ્ટ્રપતિ મંત્રિપરિષદની સલાહ અને મદદ પ્રમાણે પોતાના કામ પૂરા કરશે.
Article 87- સંસદના નવા સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના અભિભાષણથી થશે જેમાં સત્ર ચલાવવાનો અજેન્ડા જણાવવામાં આવશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં HSCનું પરિણામ જાહેર: કોંકણ વિભાગે કર્યું ટોપ, મુંબઈ એકદમ તળિયે
મોદી વિરુદ્ધ ચાર તર્ક
વિપક્ષનો પહેલો તર્ક છે સંસદની પરિભાષામાં ક્યાંય પણ વડાપ્રધાનનો ઉલ્લેખ નથી. આથી પીએમ મોદીએ ઉદ્ઘાટન ન કરવું જોઈએ.
બીજું, વડાપ્રધાન માત્ર લોકસભાના નેતા છે અને સાંસદ બન્ને સદનને મળાવીને બને છે. આથી, રાષ્ટ્રપતિએ જ આનું ઉદ્ઘાટન કરવું જોઈએ.
ત્રીજું, રાજ્યસભા ક્યારેય ભંગ નથી થતી. તેને કાઉન્સિંલ ઑફ સ્ટેટ્સ પણ કહેવામાં આવે છે અને આના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે. આથી રાષ્ટ્રપતિ બાદ ઉદ્ઘાટનનું નૈતિક દાયિત્વ ઉપરાષ્ટ્રપતિનું છે.