19 March, 2023 06:38 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
મનીષ સિસોદિયા (તસવીર સૌજન્ય મિડ-ડે)
દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મનીષ સિસોદિયાની (Manish Sisodia) ભગવાન પરીક્ષા લઈ રહ્યા છે. તે 100માંથી 100 નંબર લઈ આવશે. સીએમ કેજરીવાલે દિલ્હીના રોહિણીમાં `સ્કૂલ ઑફ સ્પેશિયલાઈઝ્ડ એક્સીલેન્સ` હેઠળ સ્કૂલની નવી બિલ્ડિંગની શરૂઆતના અવસરે આ વાત કહી છે.
સ્કૂલનો વિરોધ કેમ- કેજરીવાલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બીજેપી પર હુમલો કરતા કહ્યું, "કેટલાક લોકોએ મારો વિરોધ કર્યો, હું તેમને કહેવા માગું છું કે તમારા પણ બાળકોને ભણાવશું. સ્કૂલનો વિરોધ કેમ? અહીં તો BJP-Congress-APP બધાના બાળકો ભણશે. હું પ્રિન્સિપાલ-ટીચર્સને કહું છું કે જ્યારે આ પોતાના બાળકોનું એડમિશન કરાવવા આવે તો તેમનું ફૂલોથી સ્વાગત કરજો."
ખોટા કેસમાં સિસોદિયાનો ફસાવવામાં આવ્યા
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું, "આજે અમારી સાથે મનીષજી નથી, થોડાંક દિવસ પહેલા કેટલાક બાળકો આવ્યા હતા અને કહ્યું કે સર મનીષજીની યાદ આવી રહી છે. કેટલાક ટીચર્સ પણ આવ્યા અને કહ્યું કે, તેમના પર ખોટા કેસ લગાડવામાં આવ્યા છે, ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે."
100માંથી 100 નંબર લઈને આવશે મનીષ સિસોદિયા
કેજરીવાલે આગળ કહ્યું કે મનીષજીએ તમારે માટે સંદેશ મેસેજ મોકલ્યો છે, કે `હું સ્વસ્થ છું, તમે તમારી સ્ટડી અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.` સીએમએ કહ્યું કે તેમને ત્યાં અંદર બેસીને પણ તમારી ચિંતા છે. તમારા સ્વાસ્થ્યની ચિંતા છે. તેમણે કહ્યું કે ભગવાન સત્ય પર ચાલનારા લોકોની પરીક્ષા લેતા રહે છે, મનીષ સિસોદિયાની પણ પરીક્ષા પણ લઈ રહી છે, તે 100માંથી 100 નંબર લઈને બહાર આવશે.
આ પણ વાંચો : લગ્નનાં સવાલ પર મલાઈકા અરોરાએ આપ્યો જવાબ, `અર્જુન કપૂર સાથે પ્રી-હનીમૂન...`
જણાવવાનું કે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા આ સમયે તિહાડ જેલમાં બંધ છે. સિસોદિયાને સીબીઆઈએ દિલ્હીના કહેવાતી આબકારી નીતિ ગોટાળામાં 26 ફેબ્રુઆરીના લાંબી પૂછપરછ પછી ધરપકડ કરી હતી. ત્યાર બાદ ઈડીએ તિહાડ જેલમાં મનીષ સિસોદિયાની પૂછપરછ પછી ધરપકડ કરી હતી.