ફ્લાઈટમાં પેશાબ કેસ- ઍર ઈન્ડિયા પર 30 લાખનો દંડ, પાઇલટ 3 મહિના માટે સસ્પેન્ડ

20 January, 2023 05:36 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેશાબની ઘટનાને લઈને કડક કાર્યવાહી કરી છે. DGCAએ ઍર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ પાઇલટનું લાઇસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

DGCAએ 26 નવેમ્બર 2022ના રોજ ઍર ઈન્ડિયાની (Air India) ફ્લાઈટમાં પેશાબની ઘટનાને લઈને કડક કાર્યવાહી કરી છે. DGCAએ ઍર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ પાઇલટનું લાઇસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યું છે.

26 નવેમ્બરે આરોપી મિશ્રા કર્યું આ કુકર્મ
26 નવેમ્બર 2022ના રોજ, ઍર ઈન્ડિયાની ફ્લાઈટમાં વૃદ્ધ મહિલા મુસાફરની સામે અશ્લીલ કૃત્ય અને પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. આરોપી ઘણા દિવસોથી ફરાર હતો. પોલીસે 7 જાન્યુઆરીએ બેંગલુરુમાંથી આરોપીની ધરપકડ કરી. દારૂના નશામાં શંકર મિશ્રાએ મહિલા સાથે ખરાબ કૃત્ય કર્યું હતું. આ મામલે અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી.

જણવવાનું કે ઍર ઈન્ડિયાએ આ કેસને લઈને આરોપી મિશ્રા પર 4 મહિના માટે પ્રતિબંધ પણ લગાવી દીધો છે. શંકર મિશ્રા 4 મહિના સુધી ઍર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી શકશે નહીં.

આ પણ વાંચો : ઍર ઇન્ડિયાએ શંકર મિશ્રા પર ચાર મહિનાનો બૅન મૂક્યો

આ મામલો સામે આવ્યા બાદ અનેક નેતાઓની પ્રતિક્રિયાઓ આવી છે. સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે આ ખૂબ જ ખરાબ કૃત્ય છે. તેમણે એમ પણ કહ્યું, "ઘટનાઓનો સંપૂર્ણ ક્રમ દર્શાવે છે કે મહિલા જે દાવો કરી રહી છે તેમાં સત્ય છે."

national news air india new delhi