Nepal Earthquake : 6.1ની તીવ્રતાએ ધરતી ધ્રુજી, કાઠમાંડૂંથી છેક દિલ્હી સુધી આવ્યા આંચકા

22 October, 2023 10:01 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Nepal Earthquake : નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)અનુસાર રવિવારે સવારે 7.24 વાગ્યે નેપાળમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી છે.

ભૂકંપની પ્રતિકાત્મક તસવીર

નેપાળમાં ફરી એકવાર ભૂકંપ (Nepal Earthquake)ના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)અનુસાર રવિવારે સવારે 7.24 વાગ્યે નેપાળમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ બાબતે વિસ્તારથી માહિતી આપતા જણાવ્યું હતું કે રવિવારે સવારે ભૂકંપ (Nepal Earthquake) આવ્યો હતો. તેની ઊંડાઈ 10 કિલોમીટર નીચે હતી. આ દરમિયાન ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તરત જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. 

જો કે, હજુ સુધી ભૂકંપ (Nepal Earthquake)ના કારણે જાનમાલના, નુકસાનના કોઈ સમાચાર નથી. તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે પણ નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી હતી. નેપાળ ભૂકંપ પ્રભાવિત વિસ્તાર છે.

તમને જણાવી દઈએ કે નેપાળ ભૂકંપ પ્રભાવિત વિસ્તાર છે. અહીં દરરોજ ભૂકંપ આવતા રહે છે. વર્ષ 2015માં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન લગભગ 9,000 લોકો માર્યા ગયા હતા.

ભારત-નેપાળ બોર્ડર પર ભૂકંપના આંચકા (Nepal Earthquake)નો અનુભવ થયો હતો. તેની તીવ્રતા 6.1 હતી. ધરતીકંપનું કેન્દ્ર કાઠમાંડૂંથી લગભગ 55 કિમી (35 માઇલ) પશ્ચિમમાં આવેલા ધાડિંગમાં હતું. 

હજુ સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ 13 કિમી (8.1 માઈલ)ની ઊંડાઈએ હતો. ભૂકંપના આંચકા બાગમતી અને ગંડકી પ્રાંતના અન્ય જિલ્લાઓમાં પણ અનુભવાયા હતા, તેમજ ભૂકંપના આંચકા દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પણ અનુભવાયા હતા.

તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા રવિવારે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. દિલ્હીની સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ધરતી ધ્રૂજી હતી. બીજી તરફ હરિયાણાના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા 3 ઓક્ટોબરે રાજધાની દિલ્હી અને NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો ઘરની બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા હતા.

દિલ્હીમાં 3.1ની તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપ

જો કે, ભૂકંપ (Nepal Earthquake)માં કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર દિલ્હી-એનસીઆરમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.1 હતી. ભૂકંપના આંચકા સાંજે 4.08 કલાકે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ફરીદાબાદ હોવાનું કહેવાયું હતું. રવિવારની રજા હોવાથી લોકો ઘરોમાં હતા પરંતુ ધરતી ધ્રૂજતાની સાથે જ લોકો બહાર દોડી આવ્યા હતા. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અનેક વખત ભૂકંપ નોંધાયા છે.

આ ભૂકંપનું કારણ શું હોય છે?
પૃથ્વીની ઉપરની સપાટી સાત ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. જ્યાં પણ આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યાં ભૂકંપનો ભય રહે છે.

nepal earthquake nepal earthquake new delhi national news india kathmandu