નીટ પેપર લીક: CBI એક્શન મોડમાં, ગુજરાતમાં સાત સ્થળોએ દરોડા અને ઝારખંડમાં પત્રકાર ધરપકડ

29 June, 2024 04:45 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ એહસાનુલ હક અને વાઇસ-પ્રિન્સિપાલ ઇમ્તિયાઝ આલમની કથિત પેપર લીક (NEET Paper Leak)માં તેમની શંકાસ્પદ ભૂમિકા માટે શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી

સીબીઆઈનો લોગો

નીટ પેપર લીક (NEET Paper Leak) મામલે CBIની જોરદાર કાર્યવાહી ચાલુ છે. તપાસ એજન્સીએ શનિવારે ઝારખંડના હજારીબાગમાંથી એક પત્રકારની ધરપકડ કરી હતી. પત્રકારનું નામ જમાલુદ્દીન છે જે એક હિન્દી અખબાર માટે કામ કરે છે. શુક્રવારે ધરપકડ કરાયેલ ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની મદદ કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં સીબીઆઈની ટીમો ગોધરા, ખેડા, અમદાવાદ, ગોધરા અને આણંદમાં સાત સ્થળોએ કેટલાક શકમંદોને ત્યાં દરોડા પાડી રહી છે. આ દરોડો ગોધરા પોલીસ દ્વારા અગાઉ નોંધાયેલી એફઆઈઆર સાથે સંબંધિત છે.

આચાર્ય પરીક્ષામાં નિરીક્ષક

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ એહસાનુલ હક અને વાઇસ-પ્રિન્સિપાલ ઇમ્તિયાઝ આલમની કથિત પેપર લીક (NEET Paper Leak)માં તેમની શંકાસ્પદ ભૂમિકા માટે શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આલમને NTAના સુપરવાઈઝર અને ઓએસિસ સ્કૂલના સેન્ટર કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સીબીઆઈ પેપર લીક મામલે જિલ્લામાંથી વધુ પાંચ લોકોની પણ પૂછપરછ કરી રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 5 મેના રોજ આયોજિત NEET પરીક્ષા માટે આચાર્ય હજારીબાગ જિલ્લાના નિરીક્ષક હતા.

પહેલી ધરપકડ 27 જૂને કરવામાં આવી

27 જૂને, સીબીઆઈએ નીટ પરીક્ષા (NEET Paper Leak)માં કથિત ગેરરીતિઓની તપાસના ભાગરૂપે પ્રથમ ધરપકડ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પટનાથી ધરપકડ કરાયેલા બે આરોપીઓ, આશુતોષ કુમાર અને મનીષ કુમારે કથિત રૂપે એક સ્થાન આપ્યું હતું જ્યાં કેટલાક પરીક્ષાર્થીઓને પરીક્ષા પહેલા NEET પેપર અને આન્સરશીટ આપવામાં આવી હતી. સીબીઆઈએ 23 જૂને પેપર લીક મામલે કેસ નોંધ્યો હતો. આના એક દિવસ પહેલા, શિક્ષણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે તે પરીક્ષામાં કથિત ગેરરીતિઓની તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપશે.

23 લાખ ઉમેદવારોએ હાજરી આપી

સીબીઆઈએ પેપર લીક કેસમાં છ એફઆઈઆર નોંધી છે. NTA એ દેશભરની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS, આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET-UG પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ વર્ષે, 5 મેના રોજ, કુલ 571 શહેરોમાં 4,750 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. 23 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

પેપર-લીક કેસમાં CBI દ્વારા ચાર તબક્કામાં તપાસ

નૅશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) અને NET પરીક્ષામાં પેપર-લીકના મુદ્દે તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ટીમોને બિહાર અને ગુજરાતના ગોધરામાં મોકલવામાં આવી છે. કુલ ચાર તબક્કામાં આ તપાસ ચાલી રહી છે જેમાં પેપરના પ્રિન્ટિંગથી લઈને પરીક્ષાનાં સેન્ટરો સુધીના એના ડિસ્ટ્રિબ્યુશનને લગતી તમામ બાબતની જાણકારી મેળવી લેવામાં આવી રહી છે. આ પરીક્ષાનું સંચાલન નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા કરવામાં આવે છે.

CBIના અધિકારીઓ હાલમાં જે લોકો પેપર સેટ કરવામાં, પેપરના પ્રિન્ટિંગ, એના ટ્રાન્સપોર્ટેશન અને પરીક્ષા કેન્દ્ર સુધી મોકલવામાં સીધી રીતે સંડોવાયેલા છે તેમની પર ફોકસ કરી રહ્યા છે. અત્યાર સુધીની તપાસમાં CBIને ૧૦૦૦ માણસોનાં નામ અને ફોન-નંબરો મળી ગયાં છે અને તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

central bureau of investigation gandhinagar ahmedabad gujarat india national news