NEETના પરિણામમાં ગરબડ થઈ હોવાની વાત સરકારે છેવટે માની

14 June, 2024 01:24 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિદ્યાર્થીઓના ગેરરીતિના આક્ષેપ બાદ નૅશનલ ટેસ્ટિંગ એજન્સીએ ગઈ કાલે કોર્ટને કહ્યું કે જે સ્ટુડન્ટ્સને ગ્રેસ માર્ક્‍સ આપવામાં આવ્યા છે એને રદ કરીએ છીએ અને ૧૫૬૩ વિદ્યાર્થીઓ ૨૩ જૂને રીટેસ્ટ આપી શકે છે

ફિઝિક્સવાલાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને NEET-UG સામેના એક અરજદાર અલખ પાંડે ગઈ કાલે સુપ્રીમ કોર્ટની બહાર

જ્યારથી નૅશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી ટેસ્ટ (NEET)ની પરીક્ષાનું પરિણામ આવ્યું છે ત્યારથી પરિણામમાં ગેરરીતિનો આરોપ કરી રહેલા વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટની મધ્યસ્થી બાદ ગઈ કાલે થોડી રાહત થઈ હતી. કેન્દ્ર સરકારે ગઈ કાલે કોર્ટને કહ્યું હતું કે જે ૧૫૬૩ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્‍સ આપવામાં આવ્યા છે એ રદ કરવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓ ૨૩ જૂને ફરીથી પરીક્ષા આપી શકે છે. જે સ્ટુડન્ટ્સ પાછી પરીક્ષા આપવા માગતા ન હોય એવા વિદ્યાર્થીઓના પરિણામમાંથી ગ્રેસ માર્ક્‍સ માઇનસ કરી દેવામાં આવશે અને તેમના પરિણામના માર્ક્‍સ એ મુજબ ગણવામાં આવશે. ૨૩ જૂને જે રીટેસ્ટ લેવામાં આવશે એનું પરિણામ ૩૦ જૂને આવશે.

આખા દેશની NEETની પરીક્ષાનાં સેન્ટરોમાં પરીક્ષા દરમ્યાન જબરદસ્ત ગેરરીતિ આચરવાનો અને અયોગ્ય માર્ક્‍સ આપવાનો આરોપ થયા બાદ સરકારે આ નિર્ણય ગઈ કાલે લીધો હતો. જોકે એનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ કરેલા આરોપની તપાસ કરવા માટે જે કમિટી બનાવવામાં આવી છે એણે કરેલી ભલામણ મુજબ અમે કોર્ટને અમારો નિર્ણય જણાવ્યો છે.

જોકે વિદ્યાર્થીઓને સરકારના આ પગલાથી સંતોષ નથી થયો. તેમનું કહેવું છે કે આ સિવાય પણ અમારી બીજી ફરિયાદો છે જેના વિશે સરકાર તરફથી કંઈ કહેવામાં નથી આવી રહ્યું.

હવે આ કેસની આગામી સુનાવણી ૮ જુલાઈએ છે ત્યારે સુપ્રીમ કોર્ટ આ કેસ સાથે જોડાયેલી તમામ યાચિકા પર સુનાવણી કરશે.

શું છે વિદ્યાર્થીઓની ફરિયાદ?

શું છે NEET પરીક્ષા?

મેડિકલ, ડેન્ટલ, આયુષ અને નર્સિંગના ગ્રૅજ્યુએશન કોર્સમાં ઍડ્‍મિશન માટે NTA (નૅશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા પાંચમી મેએ NEET UG 2024 પરીક્ષા લેવામાં આવી હતી અને ૪ જૂને એનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

૨૪,૦૦,૦૦૦

આખા દેશમાંથી આટલા વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી હતી.

supreme court national news