26 March, 2023 09:20 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક તસવીર (સૌજન્ય : આઈ-સ્ટૉક)
કોરોના અને સીઝનલ ઇન્ફ્લુએન્ઝાના કેસમાં વધારાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હૉસ્પિટલોની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ૧૦ અને ૧૧ એપ્રિલે દેશવ્યાપી મૉક-ડ્રિલ કરવા આયોજન કરી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને આઇસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ) દ્વારા શનિવારે ઇશ્યુ કરવામાં આવેલી એક જૉઇન્ટ ઍડ્વાઇઝરી અનુસાર દવાઓ, હૉસ્પિટલોમાં બેડ, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને મેડિકલ ઑક્સિજન પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે કે નહીં એનો ખ્યાલ મેળવવા માટેની આ કવાયતમાં તમામ જિલ્લાઓમાં પબ્લિક અને પ્રાઇવેટ બન્ને હૉસ્પિટલો ભાગ લેશે, એવી અપેક્ષા છે.
આ ઍડ્વાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે મૉક-ડ્રિલની ચોક્કસ વિગતો ૨૭ માર્ચે યોજાનારી એક વર્ચ્યુઅલ મીટિંગમાં રાજ્યોને પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો: કોવિડ સામે લડવા માટે અપનાવો આ નીતિ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રાજ્યોને સલાહ
આ જૉઇન્ટ ઍડ્વાઇઝરીમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી કેટલાંક રાજ્યોમાં કોરોનાના ટેસ્ટિંગમાં ઘટાડો થયો છે અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા નિર્ધારિત કરવામાં આવેલાં ધોરણો મુજબ અત્યારે ટેસ્ટિંગ થતું નથી.
1590
ભારતમાં ગઈ કાલે કોરોનાના નવા આટલા કેસ નોંધાયા હતા. આ સાથે જ કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૮૬૦૧ થઈ ગઈ છે.