દેશમાં ૨૦ કરોડ લોકો કશું જ કરતા નથી

06 September, 2024 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રમતગમત અને શારીરિક પ્રવૃત્તિનો પહેલી વાર રાષ્ટ્રીય સર્વે કરવામાં આવ્યો હતો, એમાં આ તારણ આવ્યું છે. બિનસરકારી સંગઠન સ્પોર્ટ્‍સ ઍન્ડ સોસાયટી ઍક્સેલરેટર સાથે મળીને આ સર્વે કરવામાં આવ્યો હતો.

દેશમાં ૨૦ કરોડ લોકો કશું જ કરતા નથી

ભારતમાં ૨૦ કરોડથી વધુ લોકો એવા છે જેઓ નિષ્ક્રિય જીવન જીવે છે. રમતગમત અને શારીરિક પ્રવૃત્તિનો પહેલી વાર રાષ્ટ્રીય સર્વે કરવામાં આવ્યો હતો, એમાં આ તારણ આવ્યું છે. બિનસરકારી સંગઠન સ્પોર્ટ્‍સ ઍન્ડ સોસાયટી ઍક્સેલરેટર સાથે મળીને આ સર્વે કરવામાં આવ્યો હતો. એ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)નું કહેવું છે કે વયસ્કોએ સ્વાસ્થ્યનું જોખમ ઓછું કરવા માટે દર અઠવાડિયે ૧૫૦ મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ, જ્યારે બાળકો અને કિશોરોએ રોજ ઓછામાં ઓછી ૬૦ મિનિટ કસરત કરવી જોઈએ.

સુરક્ષાની સાથે પાર્ક અને રમતનાં મેદાનો જેવાં જાહેર સ્થળો મર્યાદિત હોવાથી શહેરની યુવતીઓ સૌથી વધુ નિષ્ક્રિય થઈ રહી છે. ભારતની મહિલાઓનો આખો દિવસ ઘરનાં કામ અને પરિવારની સંભાળમાં નીકળી જતો હોવાથી આ સ્થિતિ સર્જાય છે. આને કારણે ગામડાં કરતાં શહેરમાં નિષ્ક્રિયતાનો દર ડબલથી વધુ છે.

national news offbeat news Bharat sports news sports