15 May, 2024 08:03 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
વારાણસી લોકસભા મતદારસંઘમાં ઉમેદવારી નોંધાવી એની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પાસે ૩.૦૨ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું ઍફિડેવિટમાં જણાવ્યું છે. આ ઍફિડેવિટ મુજબ વડા પ્રધાન મોદી પાસે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ૫૨,૯૨૦ રૂપિયા રોકડ છે અને ૨.૮૫ કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ છે. તેમની સંપત્તિની ગ્રોસ વૅલ્યુ ૩,૦૨,૦૬,૮૮૯ રૂપિયા છે. તેમણે કોઈ અચલ સંપત્તિની જાહેરાત કરી નથી. ઍફિડેવિટમાં જણાવ્યા મુજબ વડા પ્રધાન પાસે પોતાનું ઘર કે ગાડી નથી. તેમની પાસે ૨.૬૭ લાખ રૂપિયાના મૂલ્યની સોનાની ૪ વીંટી છે. તેમણે રજૂ કરેલા દસ્તાવેજ મુજબ તેમની ઇન્કમ ૨૦૧૯-’૨૦માં ૧૧.૦૧ લાખથી વધીને ૨૦૨૨-’૨૩માં ૨૩.૫૬ લાખ રૂપિયા થઈ છે.
ગઈ બે ચૂંટણી વખતે કેટલી હતી સંપત્તિ
2014- 1.66 કરોડ રૂપિયા
2019- 2.51 કરોડ રૂપિયા