૮૦૦ કિલો મિલેટ‍્સમાંથી બનાવ્યું ૬૦૦ સ્ક્વેર ફુટનું ભવ્ય પોર્ટેટ

17 September, 2024 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈની સ્કૂલગર્લે નરેન્દ્ર મોદીને આપી અનોખી ​બર્થ-ડે ગિફ્ટ

૮૦૦ કિલો મિલેટ્સમાંથી તેમનું સુંદર પોર્ટ્રેટ

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૪મો જન્મદિવસ છે ત્યારે ચેન્નઈમાં રહેતી અને આઠમા ધોરણમાં ભણતી ૧૩ વર્ષની સ્કૂલગર્લ પ્રેસ્લી શેકીનાહે ૧૨ કલાકની મહેનત બાદ ૮૦૦ કિલો મિલેટ્સમાંથી તેમનું સુંદર પોર્ટ્રેટ બનાવ્યું છે. વડા પ્રધાન પણ મિલેટ્સનો પ્રસાર અને પ્રચાર કરે છે અને લોકોને આ અનાજ ખાવા માટે પ્રોત્સાહિત કરે છે એથી તેને એમાંથી પોર્ટ્રેટ બનાવવાની પ્રેરણા મળી હતી. આ પોર્ટ્રેટ દ્વારા પ્રેસ્લીએ નવો વર્લ્ડ રેકૉર્ડ પણ બનાવ્યો છે.

પ્રેસ્લી ચેન્નઈના કોલપક્કમ વિસ્તારમાં રહેતાં પ્રતાપ સેલ્વમ અને સંકીરાનીની દીકરી છે અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે. તેણે ૮૦૦ કિલો અનાજનો ઉપયોગ કરીને ૬૦૦ ચોરસફુટ વિસ્તારમાં આ પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. રવિવારે સવારે સાડાઆઠ વાગ્યે તેણે આ પોર્ટ્રેટ બનાવવાની શરૂઆત કરી હતી અને રાતે સાડાઆઠ વાગ્યે એ પૂરું કર્યું હતું. આ સંદર્ભે સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવેલા વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે તે ખૂબ બારીકાઈથી આ કામ કરી રહી છે.

યુનિકો વર્લ્ડ રેકૉર્ડ્‍સે આ કૃતિને એના રેકૉર્ડમાં સ્થાન આપ્યું છે. એને સ્ટુડન્ટ અચીવમેન્ટ કૅટેગરીની સિદ્ધિમાં મૂકવામાં આવ્યું છે. આ પ્રસંગે વર્લ્ડ રેકૉર્ડ સર્ટિફિકેટ અને મેડલ આપીને તેનું સન્માન કરવામાં આવ્યું હતું.

સુરતમાં મોતિયાના દરદીઓનું વિનામૂલ્ય ઑપરેશન- નરેન્દ્ર મોદીના જન્મદિનની પૂર્વસંધ્યાએ સુરતમાં ધર્માનંદન ડાયમન્ડ પ્રાઇવેટ લિમિટેડે મોતિયાના દરદીઓને વિનામૂલ્ય ઑપરેશન કરાવી આપ્યું હતું.

વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બર્થ-ડેની પૂર્વસંધ્યાએ મીડિયા રિસર્ચ ઍન્ડ વેલ્ફેર સોસાયટીના સભ્યોએ સંકટ મોચન મંદિરમાં ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાને ૬૦ લાખ રૂપિયાની કિંમતના સોનાના મુગટ ચડાવ્યા હતા.

વડા પ્રધાનને ૭૪મી વર્ષગાંઠ વિશ કરતું રેતશિલ્પ - વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૪મી વર્ષગાંઠ નિમિત્તે જાણીતા રેત શિલ્પકાર સુદર્શન પટનાઈકે દિલ્હીમાં આવેલી નૅશનલ મૉડર્ન આર્ટ ગૅલરીમાં બનાવેલું રેતશિલ્પ નિહાળી રહેલા સાંસ્કૃતિક અને પર્યટન ખાતાના કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત.

narendra modi india national news chennai happy birthday