27 October, 2024 09:48 AM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોની
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં મહેન્દ્ર સિંહ ધોનીને ચૂંટણીનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવવામાં આવ્યો છે. આ મુદ્દે ચીફ ઇલેક્ટોરલ ઑફિસર કે. રવિ કુમારે કહ્યું હતું કે ધોનીએ આ માટે તેનો ફોટોગ્રાફ વાપરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સંદર્ભની બીજી વિગતોની જાણકારી તેને આપવામાં આવી રહી છે. સિસ્ટમૅટિક વોટર્સ એજ્યુકેશન ઍન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન (SVEEP) પ્રોગ્રામ હેઠળ ધોની મતદારોમાં મતદાન વિશે જાગૃતિ ફેલાવવા અને વધુ ને વધુ લોકો ચૂંટણી-પ્રક્રિયાનો ભાગ બને એ માટે પ્રયાસ કરશે. ચૂંટણીપંચને આશા છે કે ધોનીની અપીલથી વધારે મતદારો મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવા બહાર આવશે અને રેકૉર્ડ-મતદાન નોંધાશે. ઝારખંડમાં ૮૧ પૈકી ૪૩ બેઠકો પર ૧૩ નવેમ્બરે અને બાકીની બેઠકો પર ૨૦ નવેમ્બરે ચૂંટણી થશે અને ૨૩ નવેમ્બરે પરિણામ જાહેર થશે.