MPCની બેઠકમાં RBI ગવર્નરે રેપો રેટને લઈને આપ્યો મોટો નિર્ણય, 5 પોઈન્ટ્સમાં સમજો 

08 June, 2023 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

6 જૂને શરૂ થયેલી MPCની બેઠક આજે પૂરી થઈ ગઈ છે. RBI (Reserve Bank of india) ગવર્નર શક્તિકાંત દાસ(RBI Governor Shaktikant Das)રેપો રેટ (Repo Rate)માં ફેરફાર અંગે માહિતી આપી છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસ

6 જૂને શરૂ થયેલી MPCની બેઠક આજે પૂરી થઈ ગઈ છે. RBI (Reserve Bank of india) ગવર્નર શક્તિકાંત દાસ(RBI Governor Shaktikant Das)રેપો રેટ (Repo Rate)માં ફેરફાર અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેપો રેટને યથાવત રાખવામાં આવ્યો છે. આ વખતે પણ રેપો રેટ 6.5 ટકા પર સ્થિર છે. આમ, જો તમે હોમ લોન લીધી છે અથવા ટૂંક સમયમાં કાર લોન લેવા જઈ રહ્યા છો, તો તમારા માટે રાહતની વાત છે. 

નોંધનીય છે કે રિઝર્વ બેંક (Reserve Bank of India) ગત વર્ષે મે મહિનાથી રેપો રેટમાં સતત વધારો કરી રહી છે. માત્ર એપ્રિલમાં યોજાયેલી MPCની બેઠકમાં વ્યાજદરમાં વધારો થયો ન હતો. રિઝર્વ બેંક (Reserve Bank of India)દ્વારા રેપો રેટમાં વધારાને કારણે તમામ પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે. તેની સૌથી ખરાબ અસર હોમ લોન લેનારાઓની EMI પર પડી છે. આવો જાણીએ આ બેઠકમાં સામાન્ય જનતાને કેટલી રાહત મળી છે.

આ પણ વાંચો: આપણું બૅ​ન્કિંગ ક્ષેત્ર મજબૂત અને સ્થિર છે : શક્તિકાંત દાસ

RBI ગવર્નરની 5 મોટી વાતો

ગ્રામીણ માંગ સુધરવાની સાથે સ્થાનિક માંગની સ્થિતિ વૃદ્ધિને સમર્થન આપે છે. ચોથા ક્વાર્ટરમાં ચાલુ ખાતાની ખાધ વધુ નીચે આવશે. આ મોટાભાગે મેનેજમેન્ટના દાયરામાં હશે. આ વર્ષે જાન્યુઆરીથી ભારતીય રૂપિયો સ્થિર છે. આરબીઆઈ(Reserve bank of india) એ ઈ-રૂપી વાઉચરનો વ્યાપ વિસ્તારવાનો નિર્ણય લીધો છે, નોન-બેંકિંગ કંપનીઓને આવા સાધનો જારી કરવાની મંજૂરી આપવામાં આવશે. આરબીઆઈએ બેંકોને `રુપે પ્રીપેડ ફોરેક્સ કાર્ડ` જારી કરવાની મંજૂરી આપી છે.

આ પણ વાંચો: લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળના નવા નિયમ વિશે તમે અવગત છો?

ગયા વર્ષે ક્યારે અને કેટલો વ્યાજ દરમાં વધારો થયો

મે - 0.4 ટકા
જૂન 8 -0.5 ટકા
ઓગસ્ટ 5 - 0.5ટકા
સપ્ટેમ્બર 30 - 0.5 ટકા
ડિસેમ્બર 7 - 0.35 ટકા
ફેબ્રુઆરી 8 - 0.25 ટકા

reserve bank of india rbi governor national news business news mumbai