28 July, 2024 06:05 PM IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મધ્ય પ્રદેશના રીવા જિલ્લામાં એક નવ વર્ષની બાળકી પર તેના 13 વર્ષના ભાઈએ મોબાઈલ ફોન પર પોર્ન વીડિયો જોઈને તેનું યૌન શોષણ કર્યા બાદ તેની હત્યા કરી નાખવાની ચોંકાવનારી ઘટના સામે આવી આવી છે. એમપી પોલીસના (MP Crime News) એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટના બાદ પીડિત બાળકીનઞ માતા અને 17 અને 18 વર્ષની બહેનોએ આ ગુનાને છુપાવ્યો હતો. આ મામલે પોલીસે 50 લોકોની સાથે આરોપીઓની સઘન પૂછપરછ અને ટેકનિકલ પુરાવાના આધારે પીડિતાના ભાઈ, માતા અને બહેનોની અટકાયત કરી હતી. 24 એપ્રિલે મધ્યપ્રદેશ પોલીસને માહિતી મળી હતી કે રાજ્યના રીવા જિલ્લામાં એક ઘરના આંગણામાં એક છોકરીની લાશ પડી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બળાત્કાર બાદ હત્યા થઈ હોવાના પુરાવા મળ્યા હતા જે બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.
મળેલા અહેવાલ મૂજબ 24 એપ્રિલે જાવા પોલીસ સ્ટેશનની (MP Crime News) હદમાં આવેલા વિસ્તારમાં એક નવ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી, જેના પછી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પીડિતાનો મૃતદેહ તેના ઘરના આંગણામાંથી મળી આવ્યો હતો જ્યાં તે ઘટના સમયે સૂતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યોની આકરી પૂછપરછ બાદ ખુલાસો થયો કે કે પીડિતાનો 13 વર્ષનો ભાઈ રાત્રે તેની બાજુમાં સૂતો હતો. તે દરમિયાન તે મોબાઈલ ફોન પર અશ્લીલ વીડિયો જોયા બાદ તેણે તેની બહેનનું યૌન શોષણ કર્યું હતું.
જ્યારે બાળકીએ તેના પિતાને આ વાત કહેવાની ધમકી આપી ત્યારે સગીર આરોપીએ તેનું ગળું દબાવી દીધું અને તે બાદ તેની માતાને જગાડીને બધી વાત માતાને કરી. ઉલ્લેખનીય છે કે તેની પીડિતાની માતાએ જોયું કે પીડિતા હજી જીવિત છે ત્યારે આરોપીએ તેનું ફરીથી ગળું દબાવી દીધું હતું. આ ઘટનાની જાણ આરોપીની (MP Crime News) બે મોટી બહેનો પણ હતી. આ ઘટના બાદ તપાસને ગેરમાર્ગે દોરવા પોલીસને જાણ કરતા પહેલા આ પરિવારે બેડની જગ્યા બદલી હતી. પરંતુ પૂછપરછ દરમિયાન તેઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસે માહિતી આપી હતી કે સગીર છોકરીના પરિવારના સભ્યોએ પોલીસને કહ્યું હતું કે પીડિતાનું કોઈ મૃત્યુ ઝેરી જંતુ કરડવાથી થયું હતું.
તે બાદ પોલીસે વધુ તપાસ કરતાં સામે આવ્યું કે ઘરમાં કોઈ પણ જંતુના પ્રવેશના સંકેત નથી, અને પરિવારના સભ્યોએ પણ રાત્રિ દરમિયાન કોઈ અવાજ સાંભળવાનો ઇનકાર કર્યો હતો. ટેકનિકલ પુરાવા એકત્ર કર્યા પછી અને 50 લોકોની પૂછપરછ કર્યા બાદ પોલીસને (MP Crime News) પરિવારના સભ્યોના નિવેદનોમાં વારંવાર ફેરફાર જોવા મળ્યા. શંકાના આધારે, તેમની સઘન પૂછપરછ કરવામાં આવી, જેના પગલે તેઓએ ગુનો કબૂલ કર્યો હતો.