15 May, 2023 07:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
રવિવારે, 14મેના દિવસે આખું વિશ્વ `મધર્સ ડે` (Mothers Day) ઉજવી રહ્યું હતું. આ દિવસ દરેક માને સમર્પિત છે. આ દિવસે બાળકો પોતાની માતાઓને સ્પેશિયલ ફીલ કરાવે છે. સોશિયલ મીડિયા પર આ દિવસ સાથે જોડાયેલો એક સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને ઈન્ડિગો ઍરલાઈનના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કંઈક એવું થયું છે જેનાથી આ વીડિયો ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે. હકિકતે, આ ક્લિપમાં એક ઍરહૉસ્ટેસ દીકરી અને તેની મા છે, જે એક જ ઍરલાઈનના કેબિન ક્રૂ છે. `મધર્સ ડે`ના દિવસે બન્ને એકસાથે એક જ ફ્લાઈટમાં હાજર રહ્યાં હતાં. આ દરમિયાન ઍર હૉસ્ટેસ દીકરીએ જ્યારે કેબિન ક્રૂમાં માતાને `મધર્સ ડે`ની શુભેચ્છાઓ આપતા તેને પોતાની પ્રેરણા જણાવીઓ તો પ્રવાસીઓએ તાળીઓ સાથે તેને વધાવી લીધી.
મા જેવું કોઈ નહીં...
આ વીડિયો `મધર્સ ડે` (14 મે)ના રોજ ઈન્ડિગોના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે અને કૅપ્શનમાં લખવામાં આવ્યું છે કે, હેપ્પી મધર્સ ડે, જેમણે હંમેશાં મારો સાથે આપ્યો, જમીનથી આકાશ સુધી. આ ક્લિપને અત્યાર સુધી હજારો લાઈક્સ અને વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ અનેક યૂઝર્સે આના પર કોમેન્ટ કરીને પોતાના મનની વાત પણ રજૂ કરી છે. કેટલાક મા-દીકરીના પ્રેમને જોઈને ઈમોશનલ પણ થઈ ગયા છે, તો કેટલાકે કહ્યું કે વીડિયો ખરેખર હ્રદયસ્પર્શી છે. કેટલાક યૂઝર્સે લખ્યું છે કે મા જેવું કોઈ નહીં.
અહીં જુઓ વીડિયો
આ પણ વાંચો : જાણો કેમ અમિતાભ બચ્ચને પોતાની લગ્ઝરી ગાડી છોડીને બાઈકસવાર પાસે લેવી પડી લિફ્ટ
આ વીડિયો જોઈને અનેક લોકો ભાવુક થયા
આ વીડિયો 41 સેકેન્ડ્સનો છે જેમાં ઍર હૉસ્ટેસ દીકરી પ્રવાસીઓ સામે પોતાની સફળતાનો શ્રેય પોતાની માને આપતી જોવા મળે છે. તમે જોઈ શકો છો કે સૌથી પહેલા ઍરલાઈનમાં કેબિન ક્રૂના સભ્ય નબીરા પ્રવાસીઓ સામે આવે છે અને પોતાની માતાનો પરિચય આપતા કહે છે કે તે છ વર્ષની ઊંમરથી પોતાની માતાને આ નોકરી કરતાં જોઈ રહી છે અને તે જ તેની પ્રેરણા રહી છે. નબીરાની આ ઘોષણા ખતમ થતાં જ બધા પ્રવાસી તાળીઓ પાડીને બન્નેનું સ્વાગત કરે છે. જ્યારે મા ભાવુક થઈ જાય છે અને પોતાની દીકરીને ભેટી પડે છે અને તેને ચૂમી લે છે.