02 March, 2023 08:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ માન્યતા પ્રાપ્ત આઠ નૅશનલ પાર્ટીઓએ ૨૦૨૧-’૨૨ના નાણાકીય વર્ષમાં સમગ્ર ભારતમાંથી કલેક્ટ કરેલી ૩૨૮૯.૩૪ કરોડ રૂપિયાની કુલ આવક જાહેર કરી છે, જેમાંથી અડધાથી વધુ આવક બીજેપીની છે.
અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સે ગઈ કાલે જણાવ્યું હતું કે બીજેપીએ ૨૦૨૧-’૨૨ દરમ્યાન ૧૯૧૭.૧૨ કરોડ રૂપિયાની કુલ ઇન્કમ જાહેર કરી હતી અને એમાંથી ૮૫૪.૪૬૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જેના પછી તૃણમૂલ કૉન્ગ્રેસે ૫૪૫.૭૪૫ કરોડ રૂપિયાની ઇન્કમ જાહેર કરી હતી. કૉન્ગ્રેસની કુલ ઇન્કમ ૫૪૧.૨૭૫ કરોડ રૂપિયા હતી, જ્યારે એણે એ આવકમાંથી ૪૦૦.૪૧૪ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
આઠમાંથી ચાર નૅશનલ પાર્ટીઓ-બીજેપી, તૃણમૂલ કૉન્ગ્રેસ, કૉન્ગ્રેસ અને એનસીપીએ ૨૦૨૧-’૨૨ દરમ્યાન ઇલેક્ટોરલ બૉન્ડ્સ દ્વારા ડોનેશન્સથી તેમની કુલ આવક ૧૮૧૧.૯૪૨૫ કરોડ રૂપિયા કલેક્ટ કરી હતી.