25 April, 2023 12:52 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
૧૦૦ કરોડથી વધુ લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન્થ્લી રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’ને ઓછામાં ઓછી એક વખત સાંભળ્યો છે, જ્યારે લગભગ ૨૩ કરોડ લોકો આ પ્રોગ્રામને નિયમિત રીતે સાંભળે કે જુએ છે. આઇઆઇએમ-રોહતકના એક સ્ટડીમાં આ વાત બહાર આવી છે. ‘મન કી બાત’ના ઍનૅલિસિસ ‘ધ લિસનર ફીડબૅક ઍન્ડ સેન્ટિમેન્ટ’ના ભાગરૂપે દેશમાં જુદાં-જુદાં રાજ્યોના અને જુદા-જુદા પ્રોફેશનના ૧૦,૦૦૩ લોકોનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો, જેમાં બહાર આવ્યું હતું કે એમાંથી ૯૬ ટકા લોકો આ શોથી વાકેફ છે. આ રેડિયો-શોની ૩ ઑક્ટોબર, ૨૦૧૪ના રોજ શરૂઆત થઈ હતી. આ સ્ટડી માટે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ દરેક ઝોનમાંથી ૨૫૦૦ લોકોના ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. આ સર્વેમાં ૮૬ પ્રોફેશન્સને કવર કરવામાં આવ્યા હતા, જેમાં અનૌપચારિક ક્ષેત્રના વર્કર્સ પણ સામેલ છે.