કેરલામાં ચોમાસું બેઠું : મુંબઈમાં આઠથી દસ દિવસમાં

31 May, 2024 08:56 AM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

સામાન્યપણે પહેલી જૂને મૉન્સૂનનું કેરલામાં આગમન થતું હોય છે. આ વર્ષે એ બે દિવસ વહેલું પધાર્યું છે

સત્તાવાર રીતે ગઈ કાલે મૉન્સૂનનું કેરલામાં આગમન થઈ ગયું છે

ભારે ગરમી અને ઉકળાટથી કંટાળેલા મુંબઈગરા માટે સારા સમાચાર છે. સત્તાવાર રીતે ગઈ કાલે મૉન્સૂનનું કેરલામાં આગમન થઈ ગયું છે અને હવે આઠથી દસ દિવસમાં એ મુંબઈમાં દસ્તક દે એવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. ગઈ કાલે મુંબઈના કોલાબામાં ૩૫.૧ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૫.૩ ​ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના ડિરેક્ટર સુનીલ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્યપણે પહેલી જૂને મૉન્સૂનનું કેરલામાં આગમન થતું હોય છે. આ વર્ષે એ બે દિવસ વહેલું પધાર્યું છે. એથી મુંબઈમાં પણ એ આઠથી દસ દિવસમાં આવી પહોંચે એવી શક્યતા હાલ જોવાઈ રહી છે. ગઈ કાલે કેરલામાં મોટા ભાગે બધી જ જગ્યાએ સારોએવો વરસાદ પડ્યો હતો. મૉન્સૂન હવે નૉર્થ તરફ વધતું જશે અને એને મુંબઈ પહોંચતાં આઠથી દસ દિવસમાં લાગશે. હાલ ફેવરેબલ કન્ડિશન છે છતાં આવનારા દિવસોમાં એ કર્ણાટક, ગોવા, સિંધુદુર્ગ ક્યારે પહોંચે છે એના પર બધો મદાર છે. આ વર્ષે સામાન્ય કરતાં સારો વરસાદ રહે એવી શક્યતા છે.’

kerala monsoon news Weather Update indian meteorological department national news mumbai monsoon