ઉત્તર પ્રદેશમાં NDAના સંસદસભ્યોની સંખ્યા ઘટી છે, પણ રાજ્યને વધારે પ્રધાનપદ મળ્યાં

11 June, 2024 10:53 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ વખતના કેન્દ્રીય પ્રધાનમંડળમાં ઉત્તર પ્રદેશના ૧૧ પ્રધાનો છે.

કેન્દ્રીય પ્રધાનમંડળ

આ વખતના કેન્દ્રીય પ્રધાનમંડળમાં ઉત્તર પ્રદેશના ૧૧ પ્રધાનો છે. ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ની બેઠકો ઘટી છે, પણ પ્રધાનોની સંખ્યા ૯થી વધીને ૧૧ થઈ છે. એ સિવાય બિહાર અને આંધ્ર પ્રદેશમાં ૨૦૧૯ની સરખામણીમાં ત્રણ પ્રધાનો વધારે છે. મહારાષ્ટ્રમાં પ્રધાનોની સંખ્યા ઘટી છે

રાજ્યવાર પ્રધાનોની સંખ્યા અને ૨૦૧૯ સાથે સરખામણી

રાજ્ય

૨૦૧૯

૨૦૨૪

ટકાવારી

ઉત્તર પ્રદેશ

૧૧

૩૦.૬

બિહાર

૨૬.૭

મહારાષ્ટ્ર

૩૫.૩

ગુજરાત

૧૦૦

કર્ણાટક

૨૬.૩

મધ્ય પ્રદેશ

૧૭.૨

રાજસ્થાન

૨૮.૬

હરિયાણા

૬૦

ઓડિશા

૧૫

આંધ્ર પ્રદેશ

૧૪.૩

પશ્ચિમ બંગાળ

૧૬.૭

ઝારખંડ

૨૨.૨

આસામ

૧૮.૨

તેલંગણ

૨૫

કેરલા

૨૦૦

કયાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રધાન નહીં

૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રીય પ્રધાનમંડળમાં પ્રતિનિધિત્વ મળ્યું નથી. આવા પ્રદેશની જનસંખ્યા ભારતની કુલ વસ્તીના માત્ર બે ટકા છે.

રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ

વસ્તી (ટકાવારી)

આંદામાન અને નિકોબાર ટાપુઓ

૦.૦૩

ચંડીગઢ

૦.૦૯

દાદરા-નગર હવેલી, દમણ અને દિવ

૦.૦૧

હિમાચલ પ્રદેશ

૦.૫૪

લદાખ

૦.૦૨

લક્ષદ્વીપ

૦.૦૫

મણિપુર

૦.૨૩

મેઘાલય

૦.૨૪

મિઝોરમ

૦.૦૯

નાગાલૅન્ડ

૦.૧૬

પૉન્ડિચેરી

૦.૧૨

સિક્કિમ

૦.૦૫

ત્રિપુરા

 ૦.૩

૨૦૧૯ અને ૨૦૨૪ના પ્રધાનમંડળની સરખામણી

પ્રધાન

૨૦૨૪

૨૦૧૯

કૅબિનેટ

૩૧

૨૫

સ્વતંત્ર પ્રભાર

રાજ્યપ્રધાન

૩૬

૨૪

કુલ

૭૨

૫૮

કોનું પ્રભુત્વ વધારે?

પ્રદેશ

૨૦૧૯

૨૦૨૪

હિન્દી બેલ્ટ

૩૧

૩૬

દક્ષિણ ભારત

 ૫

૧૩

નૉર્થ ઈસ્ટ ઇન્ડિયા

અન્ય

૧૮

૨૦

પ્રધાનોની સરેરાશ ઉંમરની સરખામણી

વયજૂથ

૨૦૨૪ના પ્રધાનો

૨૦૧૯ના પ્રધાનો

૩૦થી ૪૦ વર્ષ

૪૦થી ૫૦ વર્ષ

૧૫

૫૦થી ૬૦ વર્ષ

૨૧

૧૭

૬૦થી ૭૦ વર્ષ

૨૫

૨૯

૭૦ વર્ષથી વધુ

 ૯

સૌથી યુવા, ગરીબ, વૃદ્ધ, અમીર અને
અનુભવી સંસદસભ્ય

સૌથી યુવા પ્રધાન

રામ મોહન નાયડુ
(ઉંમર ૩૬ વર્ષ)

સૌથી વૃદ્ધ અને ગરીબ પ્રધાન

જિતન રામ માંઝી
(૭૮ વર્ષ, સંપતિ ૩૦ લાખ રૂપિયા)

સૌથી શ્રીમંત પ્રધાન

ચંદ્રશેખર પેમાસાની (૫૭૦૫.૫ કરોડ રૂપિયા)

સૌથી અનુભવી સંસદસભ્ય

વીરેન્દ્ર કુમાર
(૮ ટર્મથી સંસદસભ્ય)

એક જ પ્રધાન કરોડપતિ નથી

૨૦૧૯ અને ૨૦૨૪ની સરખામણી

સંપત્તિ (કરોડ રૂપિયા)

૨૦૨૪

૨૦૧૯

એક કરોડ સુધી

૧થી પાંચ કરોડ

૨૪

૨૧

પાંચથી ૧૦ કરોડ

૧૧

૧૪

૧૦થી ૨૦ કરોડ

૧૩

૨૦ કરોડ રૂપિયાથી વધુ

૨૨

૧૦

આંકડાબાજી

72- કુલ પ્રધાનોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૬૧ અને સાથીપક્ષોના ૧૧ પ્રધાન છે

27- આટલા પ્રધાનો અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ના

10- આટલા પ્રધાનો શેડ્યુલ કાસ્ટ (SC)ના

5- આટલા પ્રધાનો શેડ્યુલ ટ્રાઇબ (ST)ના

4- આટલા પ્રધાનો લઘુમતી કોમના (મુસ્લિમ નહીં)

24નું પ્રતિનિધિત્વ (૧૮ ઉત્તર, ૧૭ પશ્ચિમ, ૧૫ પૂર્વ, ૧૩ દક્ષિણ અને ૩ નૉર્થ-ઈસ્ટ ભારતનાં)

33- ૭૨ પ્રધાનો પૈકી આટલા પ્રધાનો જૂના પ્રધાનમંડળમાંથી ફરી લેવાયા (જૂના પ્રધાનમંડળના ૧૪ પ્રધાન ચૂંટણી ન લડ્યા, ૧૯ ચૂંટણીમાં હારી ગયા, ૬ ચૂંટણી જીત્યા પણ આ વખતે પડતા મુકાયા)

3- હરિયાણા (જ્યાં વિધાનસભાની ચૂંટણી થવાની છે)ના પાંચ સંસદસભ્યો પૈકી આટલા પ્રધાનો

107.9 - આટલા કરોડ રૂપિયાની પ્રધાનોની સરેરાશ સંપ​ત્તિ (૨૦૧૯માં આ આંકડો ૧૪.૩ કરોડ હતો, આ વખતે તેલુગુ દેસમ પાર્ટી (TDP)ના ધનકુબેર ચંદ્રશેખર પેમાસાનીની ૫૭૦૫.૫ કરોડ રૂપિયાની સંપ​ત્તિને કારણે સરેરાશ સંપ​ત્તિના આંકડામાં વધારો થયો. તેમની પાસે મિનિસ્ટરોની તમામ સંપત્તિનો ૭૫ ટકા હિસ્સો)

58.8- કેન્દ્રીય પ્રધાનોની સરેરાશ ઉંમર (૨૦૧૯માં એ ૫૯.૮ હતી, આમ આ વખતે એક વર્ષ ઓછું)

7- પ્રધાનમંડળમાં મહિલા પ્રધાનોની સંખ્યા (૨૦૧૯માં ૬ મહિલા પ્રધાનો હતાં)

11- આટલા પ્રધાનો રાજ્યસભાના મેમ્બર (૨૦૧૯માં પણ આટલા જ પ્રધાનો હતા)

58- આટલા પ્રધાનો લોકસભાના મેમ્બર (૨૦૧૯માં ૪૫ પ્રધાનો હતા)

3- આટલા પ્રધાનો કોઈ પણ હાઉસના મેમ્બર નથી

2- કેરલામાં માત્ર એક જ સંસદસભ્ય, પણ આટલા પ્રધાનો

1- તામિલનાડુમાં એક પણ સંસદસભ્ય નથી, પણ આટલા પ્રધાન

national news uttar pradesh india janata dal united national democratic alliance narendra modi