મણિપુરમાં ટોળાએ કેન્દ્રીય પ્રધાનના ઘરને સળગાવ્યું

17 June, 2023 11:41 AM IST  |  Manipur | Gujarati Mid-day Correspondent

ણિપુરમાં ગુરુવારે રાતે ૧૨૦૦ લોકોના ટોળાએ કેન્દ્રીય પ્રધાન આર. કે. રંજન સિંહના ઘરને સળગાવ્યું હતું.

ઇમ્ફાલમાં કેન્દ્રીય પ્રધાન આર. કે. રંજન સિંહના ઘરે આગ લગાડવામાં આવ્યા બાદ ગઈ કાલે એને બુઝાવવાની કોશિશ કરી રહેલા વર્કર્સ. પી.ટી.આઇ.

ઇમ્ફાલ: મણિપુરમાં ગુરુવારે રાતે ૧૨૦૦ લોકોના ટોળાએ કેન્દ્રીય પ્રધાન આર. કે. રંજન સિંહના ઘરને સળગાવ્યું હતું. નોંધપાત્ર છે કે એસટી (શેડ્યૂલ્ડ ટ્રાઇબ્સ) કૅટેગરીમાં સમાવેશની માગણીને લઈને  બે જૂથોની વચ્ચે  હિંસાની આગમાં આ રાજ્ય સળગી રહ્યું છે. હવે આગ લગાડવામાં આવી ત્યારે આર. કે. રંજન સિંહ ઇમ્ફાલમાં તેમના ઘરે નહોતા. ઇમ્ફાલમાં કરફ્યુ લાદવામાં આવ્યો હોવા છતાં કોંગબામાં આ પ્રધાનના ઘરે ટોળું પહોંચી ગયું હતું. એ સમયે આ પ્રધાનના ઘરે સુરક્ષા માટે ૨૨ જવાનો હાજર હતા.
સિક્યૉરિટી ઑફિસર એલ. દિનેશ્વોર સિંહે કહ્યું હતું કે ‘ટોળું ખૂબ જ હાવી થઈ ગયું હોવાને કારણે અમે આ ઘટનાને રોકી નહોતા શક્યા. અમે સિચુએશનને કન્ટ્રોલ નહોતા કરી શકાય. તેઓ ચારેબાજુથી પેટ્રોલ બૉમ્બ ફેંકતા હતા. એટલે અમે ટોળાને કન્ટ્રોલ નહોતા કરી શક્યા.’
આ પ્રધાનના ઘરે આ બીજી વખત ટોળાએ હુમલો કર્યો હતો. આ પહેલાં મેમાં હુમલા દરમ્યાન સુરક્ષાદળોએ ટોળાને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું.

national news manipur