માઇક્રોસૉફ્ટ ૭૫,૦૦૦ મહિલા ડેવલપર્સને ટ્રેઇનિંગ આપશે

09 February, 2024 10:05 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

કોડ વિધાઉટ બૅરિયર્સ પ્રોગ્રામ ૨૦૨૧માં નવ એશિયા પૅસિફિક દેશોમાં શરૂ કરવામાં આવ્યો હતો, જેને હવે આ મહિને ભારતમાં વિસ્તારવામાં આવશે.

માઈક્રોસોફ્ટ

બૅન્ગલોર (પી.ટી.આઇ.) : ભારત આવેલા માઇક્રોસૉફ્ટના સીઈઓ સત્યા નાદેલાએ માઇક્રોસૉફ્ટના ‘કોડ વિધાઉટ બૅરિયર્સ’ પ્રોગ્રામ હેઠળ ૨૦૨૪ સુધીમાં ૭૫,૦૦૦ મહિલા ડેવલપર્સને તાલીમ આપવાની જાહેરાત કરી હતી. માઇક્રોસૉફ્ટ એઆઇ ટૂર અંતર્ગત નાદેલાએ ૧૧૦૦ ડેવલપર્સ અને ટેક્નૉલૉજી લીડર્સ સાથેની વાતચીતમાં વૈશ્વિક સ્તરે એઆઇ ઇનોવેશનને આગળ વધારવા માટે ભારતીય ડેવલપર્સના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. કોડ વિધાઉટ બૅરિયર્સ પ્રોગ્રામ ૨૦૨૧માં નવ એશિયા પૅસિફિક દેશોમાં શરૂ કરવામાં આવ્યો હતો, જેને હવે આ મહિને ભારતમાં વિસ્તારવામાં આવશે. એનું લક્ષ્ય ઝડપથી વિકસી રહેલા ક્લાઉડ, એઆઇ અને ડિજિટલ ટેક્નૉલૉજી સેક્ટરમાં જેન્ડર ગૅપને દૂર કરવાનો છે. આ પ્રોગ્રામ મહિલા ડેવલપર્સ અને કોર્ડ્સને સપોર્ટ, ટ્રેઇનિંગ અને નેટવર્કિંગની તકો આપશે. 

national news microsoft satya nadella