Microsoft Teams ડાઉન થતા હજારો યુર્ઝસ પરેશાન

21 July, 2022 10:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કંપનીએ ખુલાસો કરતા કહ્યું આ…

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

માઈક્રોસોફ્ટ (Microsoft)ની માઈક્રોસોફ્ટ ટીમ્સ (Microsoft Teams) એપ્લિકેશન ગુરુવારે સવારે ડાઉન થતા હજારો યુર્ઝસ પરેશાન થયા. ટીમ્સ એપ્લિકેશનને ઍક્સેસ કરવામાં અસમર્થ હતા યુર્ઝસે ફરિયાદ કરવાનું શરુ કર્યું હતું. આઉટેજની પુષ્ટિ કરતા કંપનીએ જણાવ્યું હતું કે, ‘યુર્ઝસ ટીમ્સ એપ્લિકેશન ઍક્સેસ કરી શકતા નથી કે કોઈપણ સુવિધાઓનો લાભ લઈ શકતા નથી તે વાત સાચી છે. આ બાબતે અમે તપાસ કરી રહ્યાં છીએ.’

આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ Downdetector.com મુજબ, માઈક્રોસોફ્ટની ટીમ્સ એપ્લિકેશન ૩,૦૦૦ કરતા વધુ યુર્ઝસ માટે ડાઉન હતી.

માઈક્રોસોફ્ટે તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું છે કે, તેમને એવા અહેવાલો મળ્યા છે કે યુર્ઝસ માઈક્રોસોફ્ટની ટીમ્સ એપ્લિકેશન ઍક્સેસ કરી શકતા નથી અથવા તો કોઈપણ સુવિધાઓનો લાભ લઈ શકતા નથી. આ વિશે ટૅક કંપની વધુ તપાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, અગાઉ ઘણી અન્ય ટૅક્નોલોજી કંપનીઓએ પણ આઉટેજની સમસ્યાનો સામનો કર્યો છે. મેટા પ્લેટફોર્મના વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જરના લાખો યુર્ઝસે ગત વર્ષના ઑક્ટોબર મહિનામાં છ કલાક સુધી એપ્લિકેશન બંધ હોવાની ફરિયાદ કરી હતી.

national news international news world news microsoft